________________
- પર પિતાના બાળક તેમજ પત્ની સાથે શેઠને ત્યાં ગયે. રાત ત્યાં જ રહ્યો.
રાતના રૂપચંદ્ર ઊંઘે છે તેમ માની શ્રીદ મનમાં કાંઈક વિચાર કરતે પાસે સૂતેલા નેકરને ધીમેથી કહેવા લાગે, “આ પરદેશી રાતના ચેરી તે નહિ કરી જાય ને ?”
રાજકુમારની પત્નીના કાને આ શબ્દો પડતાં તે બોલી, શેઠજી! તમે એમને માટે જે વિચાર્યું તે સારું તે નથી કર્યું. મારા પતિ બહાદુરીથી કમાઈને ખાવાવાળા છે, તે ચેરી જેવા નીચ કામને કયારે પણ નહિ કરે. તમે બેફીકર રહે. ઘડપણથી જર્જરિત થઈ ગયેલે ભૂખે સિંહ કયારે પણ ઘાસ નહિ ખાય, મહાપુરુષે પિતાની માન મર્યાદાને ક્યારે પણ ભંગ કરતા નથી.”
રાજકુમારની સ્ત્રીના શબ્દો સાંભળી શેઠ ખૂબ ખુશ થયા. પછી શેઠ મેડી રાત સુધી રાજકુમાર સાથે વાતે કરીને સૂતા.
ભુખા ઔર દુબલા જરા સે જર્જરિત, સિંહ કયા ઘાસ કભી ખાતા હૈ ? મહાપુરુષ આપની માન મર્યાદા કા, કભી ઉલંઘન નહીં કરતે હૈ.