________________
૪૮
ઉમાદેવી તેમ કરવા મનમાં નિશ્ચય કરી બે હાથ જેડી બોલી, “તમારા કહેવા પ્રમાણે જરૂર કરવામાં આવશે.”
આ બધું સાંભળી મહારાજા તે સ્તબ્ધ થઈ ગયા, મનમાં બોલ્યા, “સ્ત્રીએ શું નથી કરી શકતી ! તેમના . હૃદયને પાર કેણ પામી શકયું છે ? નક્ષત્રની ગણના થઈ શકે, સમુદ્રની ઊંડાઈ માપી શકાય, પણ સ્ત્રીના હૃદયને જાણી શકાતું નથી, આ બ્રાહ્મણી શું કરશે? તેનાં કાર્યને હું પુરુષાર્થથી ધૂળમાં મેળવીશ. બધાના જીવ ઉગારીશ.” આમ મનમાં વિચારતા મહારાજા ઝટ ચાલી પેલા વૃક્ષના પિલાણમાં બેસી ગયા, ઉમાદેવીએ આવી દંડને પ્રહાર કર્યો ને તે ઉડતું ઝાડ પોતાની જગાએ આવી સ્થિર થઈ ગયું. ઘરમાં રેજની ક્રિયા કરી તે સૂઈ ગઈ. મહારાજા પણ સૂઈ ગયા.
સવારે સેમશર્મા સાથે જંગલ જતાં મહારાજાએ પૂછ્યું, “ગુરુદેવ, તમે શું શું જાણે છે?”
અર્થ સાથે હું ઘણ શાસ્ત્રો વગેરે વિગતથી જાણું છું.” ગુરુદેવે કહ્યું. - “તમે તમારું મરણ જાણે છે?” મહારાજા વિકમે પ્રશ્ન પૂછ.
“ના, હું તે જાણતા નથી.” સેમશર્માએ કહ્યું.
“જે જરૂરનું છે તે જાણતા નથી, તે પછી બીજું જાણીને કરવાનું ય શું ? ” વિકમે પૂછયું.