________________
૪૧૭
પિલાણમાંથી ધીરેથી નીકળી અગ્નિવંતાલની સહાયથી અદશ્યરૂપે જવા લાગ્યા. તેમણે પાછળ જતાં સિતરીદેવી પાસે ચોસઠ જોગણીઓ, બાવન ક્ષેત્રપાળ વગેરે દેવેને જોયા, તેમજ ઉમાદેવી માથું નમાવી દરેકને પ્રણામ કરી રહી છે તે પણ જોયું, તેવામાં સિકતરાદેવીને અવાજ સાંભળીયે, “ઉમાદેવી, આ સભાને ભાવે.”
દેવીના શબ્દ ઉમાદેવી બેઠી ત્યારે ક્ષેત્રપાળ લાલપીળો થઈ બોલ્યા, “ઉમાદેવી, હવે ક્યાં સુધી બાનાં બતાવવા છે? સર્વરસ દંડ લઈ ગયે કેટલાય સમય થઈ ગયે, પણ તમે કહ્યા પ્રમાણે પૂજન કરતાં નથી.”
શું કરું ?” લાચારી દર્શાવતી ઉમાદેવી બોલી, “જોઈતા બત્રીસ લક્ષણા ભેગા થયા ન હતા, પણ હવે ચેસઠ વિદ્યાર્થીઓ થઈ ગયા છે, પાંસઠમાં મારા પતિ. એ બધાનું બલિદાન હવે હું તમને આપીશ સમજયાને? હવે ગુસ્સે ન થતા.” કહી પૂછ્યું, “મારે શું કરવાનું છે?”
કરવામાં એટલું,” ક્ષેત્રપાલે કહેવા માંડયું, “વદ ચૌદસની રાતે ચેસઠ વિદ્યાથીઓના ચોસઠ મંડળ કરવા, પાંસઠમું તમારા પતિનું. પાંસઠને પાંસઠ આસન પર બેસાડજો. પાંસઠ પાત્રમાં પક્વાન પિરસ, કરવીરની માળાઓ એ પાંસઠને પહેરાવજે. બધાને તિલક કરી રક્ષાદોરે બાંધજે, ને તેમના પર ચેખાના દાણુ છાંટ, પછી સંકલ્પ મૂકજો, પછી અમે ભક્ષણ કરી લઈશું.”