________________
૩૬૪
જાહેર નગરમંડપમાં આજે લેકેની મેદની માતી નથી. રાજકુમારને રોગમુક્ત કરવાનું પ્રધાનપુત્રીએ બીડું ઝડપ્યા પછી તે માટે જાહેર કાર્યક્રમ જાયે છે. રાજા, પ્રધાન, રાજતંત્રવાહકે, સેનાપતિ, અધિકારી મંડળ, પુરોહિત, નગરશેઠ, રાજ્યના સર્વ અગ્રેસરે અને લેકે પોતપોતાના દરજજા પ્રમાણે
ગ્ય સ્થાને ગોઠવાઈ ગયા.
| નિરવ શાંતિને ભેદતે રાજકુમાર વિજયપાળને વિસે-મિ-રાને અવાજ ભંયકર ચીસની જેમ વાતાવરણને ભેટે છે. રાજકુમારની એ રટણાએ આજે ઉગ્રતમ સ્વરૂપ ધારણ કર્યું છે.
દૂર વ્યાસપીઠ પર તવસ્ત્રમાં સજજ થયેલી પ્રધાન પુત્રી પડદા પાછળ પદ્માસન વાળીને બેઠી છે. એને હાથમાં કમળદંડ છે. રાજકુમારને ચાર અનુચરેએ પકડીને અંજલીબદ્ધ સ્થિતિમાં બેસાડે છે. રાજકુમારની “વિ-સે-મિરા” ની બુલંદ ચીસની આરપાર નીકળતી પ્રધાનપુત્રીની મંત્રાક્ષરી વાણી સંભળાઈ રહી છે.
પ્રધાનપુત્રીની વાણીમાં નીચેની ગતી વણાઈ છે. “વિશ્વાસુ સાથી મિત્રની વંચનામાં ન વીરતા, ખોળે સુતેલ વાનરને ફેંયે એ તે હતી ભીરુતા”
મરની અસર થતાં ઝેરને વેગ ઓછો થાય તેમ કવિ-સે-મિ-રા” “વિ–સેમિ-રા” બેલતે રાજકુમાર ક્ષણભર અવાક થઈ આંખો ફાડી રહ્યો.