________________
દેવીએ મારી ઈચ્છાનુસાર મને સુખ આપે છે. અને તે નિર્મળ રૂપ અને લાવણ્યયુકત થઈ મારી પાસે રહે છે. તેથી તમે તમારા નિર્મળ મનમાં મને બેસાડે. અને તમારી ઈચ્છા પ્રમાણે આ ઉપવન વગેરે સ્થાનોનો ઉપભેગ કરો.”
વિદ્યાધરના શબ્દ સાંભળી હેમવતી કહેવા લાગી, હે વિદ્યાધર! પરસ્ત્રી સાથે ગમન કરતા માનવ નરકની યાતનાઓ ભોગવે છે. વળી જે સ્ત્રી પોતાના પરણ્યા પતિને છોડી નિર્લજ થઈ બીજા પુરુષ સાથે સંબંધ જોડે છે તેને વિશ્વાસ છે? પરસ્ત્રીગમન કરવાથી જીવ સદાય ભયમાં રહે છે. પરસ્ત્રીગમનથી આ લોક અને પરલેકમાં જવનું અનિષ્ટ થાય છે.
પરસ્ત્રી એ વૈરનું મૂળ છે. તેથી પરસ્ત્રીગમન ક્યારેય પણ કરવું ન જોઈએ. પરસ્ત્રીગમન કરનારનું બધું જ નાશ પામે છે, તે દુષ્ટ બંધનમાં પડે છે. તેના શરીરના અવયે છિન્નભિન્ન થઈ જાય છે. એ પાપી મર્યા પછી ઘેર નરકમાં જાય છે.
પિતાનાં પરાક્રમથી સંસાર પર આધિપત્ય મેળવનાર રાવણે પરસ્ત્રીગમનની માત્ર ઈચ્છા કરી તેથી પિતાના કુળ સાથે નાશ પામે ને નરકમાં ગયે.”
હે હેમવતિ !” હેમવતીના શબ્દો સાંભળી વિદ્યાધર બે, “મને તમારા પતિરૂપે સ્વીકારી લે. જે આમ નહિ કરે તે તમારું ઘણું જ અનિષ્ટ થશે, તેમાં જરાય સંદેહ નથી.”