SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનનો વ્યાપ વધારવાની નેમ સાથે શરૂ થયેલ વિદ્યાલયે શાસ્ત્રમર્મજ્ઞ અનેક ગ્રંથોના, આગમગ્રંથોનાં પ્રકાશનો કર્યા. પચીસ વર્ષે રજત મહોત્સવ, પચાસ વર્ષો સુવર્ણ મહોત્સવ, સાંઈઠ વર્ષે હિરક મહોત્સવ, પંચોતેર વર્ષે અમૃત મહોત્સવની ઉજવણી તો વિદ્યાલયે કરી જ, સાથેસાથે આ દરેક મહોત્સવ પ્રસંગે તથા શતાબ્દી નિમિત્તે ખૂબ સમૃદ્ધ કહી શકાય તેવા વિશેષાંકો દ્વારા પણ અમૂલ્ય સાહિત્ય પ્રકાશિત કર્યું. વિદ્યાલયને સાંઈઠ વર્ષ પૂરાં થયાં ત્યારે હિરક મહોત્સવ પ્રસંગે એક અદકેરી પ્રવૃત્તિનાં પગરણ મંડાયાં. ખાસ કરીને સમાજના દરેક વર્ગના ચિંતનશીલ, સ્વાધ્યાયપ્રેમી વિદ્વાનો અને નાગરિકો પોતાના અભ્યાસને વેગ આપી અને એક જગ્યાએ એકઠા થઈને વિચારવિનિમય કરી શકે તે માટે જૈન સાહિત્ય સમારોહ યોજવાનો નિર્ણય લીધો. આવા સાહિત્ય સમારોહ યોજવાના ઉદ્દેશો સ્પષ્ટ કરતાં જણાવવામાં આવ્યું છે કે ભૌતિકવાદી વિચારસરણી વચ્ચે જીવનાર વ્યક્તિ વાચન કરે, સ્વાધ્યાય કરે, પોતાની રોજિંદી ઘટમાળમાંથી બહાર નીકળીને એકાંતમાં અધ્યયન કરે, કંઈક વાંચે-વિચાર-લખે અને સંશોધનાત્મક કામ કરે તો તેને પોતાને તો જીવનમાં જ્ઞાનપ્રાપ્તિનો કંઈક સંતોષ મળે છે અને સમાજને તેમાંથી કંઈક નવનીત મળે છે. જૈન સાહિત્ય સમારોહના પ્રારંભથી જ તે માટે સતત પ્રયત્નશીલ ડૉ. રમણલાલ ચી. શાહને વિવિધ ગુરુમહારાજો, અનેક વિદ્વદૂજનો, વિદ્યાલયના જે-તે સમયના હોદ્દેદારો વગેરે સૌનો બહોળો સાથ સાંપડ્યો. ઈ. સ. ૧૯૭૭માં શરૂ થયેલ આ પ્રવૃત્તિ બાવીસ પડાવો પાર કરી ગઈ. તેમાં ભાગ લેનારા વક્તાઓ અને શ્રોતાઓની સંખ્યાની સાથે સાથે તેમાં ચર્ચાતા વિષયોનો વ્યાપ ઉત્તરોત્તર વધતો ચાલ્યો. તા. ૭, ૮, ૯ માર્ચ, ૨૦૧૪ દરમિયાન મોહનખેડા તીર્થ (મધ્યપ્રદેશ) મુકામે યોજાયેલ આ જૈન સાહિત્ય સમારોહમાં (૧) “જૈન ગઝલ', (૨) “જૈન ચોવીશી', (૩) જૈન ફાગુકાવ્યો' તથા જૈન બારમાસી કાવ્યો અને (૪) “૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યકારો’ આ ચાર વિભાગોમાં લગભગ સોએક વક્તાઓએ પોતાના શોધનિબંધો રજૂ કર્યા. આ પુસ્તકમાં “૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યકારો વિભાગમાં રજૂ થયેલ શોધનિબંધોનું સંપાદન કરવામાં આવેલ છે. અત્રે જે શોધનિબંધો લેખરૂપે રજૂ થયેલ છે તે સૌ સર્જકો-સાહિત્યકારોસંશોધકો-વિચારકોએ જૈન સાહિત્યમાં જે ખેડાણ કર્યું છે, તેઓએ અક્ષરની જે આરાધના કરી છે, જીવનભર તેના વિધાનો જે વ્યાસંગ છે તેને અનુલક્ષીને આ પુસ્તકનું શીર્ષક (૧૯મી અને ૨૦મી સદીના) જેને સાહિત્યના અક્ષર-આરાધકો'
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy