SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ એવું પસંદ કરવામાં આવ્યું છે. અહીંયાં જે કોઈ અક્ષર-આરાધકો (વિદ્વાનો) વિશે અભ્યાસ પ્રસ્તુત કરવામાં આવ્યો છે તેમાંના કેટલાક જન્મે કદાચ જેન ન હોવા છતાં પણ જૈન સાહિત્યમાં તેમનું ઊંચા ગજાનું પ્રદાન હોવાથી તેઓને કર્મે કદાચ સવાયા જેન કહીએ તો તેમાં કશું ખોટું ન ગણાય. આ પુસ્તકમાં જેને સાહિત્યનું વ્યાપક ક્ષેત્ર રાખવામાં આવ્યું છે. અક્ષરના આ સૌ આરાધકોના કામને અનુલક્ષીને આ પુસ્તકમાં ત્રણ વિભાગોમાં લેખોની વહેંચણી કરવામાં આવી છે. ૧. સાહિત્યસર્જન વિભાગમાં ગુજરાતી સાહિત્યનાં વિવિધ સ્વરૂપો જેમ કે કાવ્ય, નવલકથા, નવલિકા, નિબંધ, ચરિત્ર, વિવેચન વગેરેનું ખેડાણ કર્યું હોય તેવા સર્જકોના પ્રદાનની વિશેષતાઓ રજૂ કરવામાં આવી છે. ૨. ચરિત્રલેખન વિભાગમાં એવા ગુરુભગવંતો અને વિચારકોની વાત રજૂ કરવામાં આવી છે કે જેઓએ સાહિત્યસર્જન થોડું કે ઝાઝું કર્યું હોય, પણ તે ઉપરાંત જેઓએ પોતાના આચરણ અને ક્રાંતિકારી વિચારો. દ્વારા સમાજને નવો રાહ ચીંધ્યો હોય. આ દૃષ્ટિએ તેમના જીવનચરિત્રની વાત તેમાં વિશેષરૂપે નોંધપાત્ર બની રહે છે. ૩. સંશોધનકાર્ય વિભાગમાં સંશોધનક્ષેત્રે જાતજાતની તકલીફો વેઠીને, વિરોધોની વચ્ચે પણ અડગ રહીને જેમણે જિંદગીભર અક્ષર-શબ્દલિપ-ભાષાની આરાધના કરી છે તેઓનાં વિવિધ સંશોધનક્ષેત્રોને આવરી લેવાયાં છે. આ ત્રણ વિભાગો માત્ર અનુકૂળતા માટે જ છે. કેટલાક સર્જકો એવા પણ છે કે જેનો સમાવેશ કદાચ આમાંના બે વિભાગમાં કરવો પડે, પણ તેમના અમુક કાર્યને પ્રાધાન્ય આપીને તેમના પ્રદાનની નોંધ એક વિભાગના લેખમાં જ થઈ હોય. અહીંયાં કોઈ ચુસ્ત વિભાગીકરણ નથી. આ અક્ષર-આરાધકો વિશેના જે લેખો છે તે લેખોને વિદ્વાન મહાપુરુષોના જન્મના કાળક્રમને આધારે ક્રમબદ્ધ કરવામાં આવ્યા છે. જે તે લેખમાં રજૂ થયેલા વિચારો જેતે નિબંધકર્તા લેખકોના છે, તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી. સંપાદકને યોગ્ય લાગ્યું તે રીતે ભાષાકીય દૃષ્ટિએ જરૂરી સુધારા કરવામાં આવેલ છે. બિનજરૂરી લંબાણને દૂર કરવામાં આવેલ છે, તો કેટલાક થોડા લેખો આ ગ્રંથમાં સમાવિષ્ટ કરવાનું મુશ્કેલ લાગ્યું છે. વિવિધ શૈલીથી લખાયેલ આ લેખોનું એક વિહંગાવલોકન કરીએ. જેઓની પૂજાઓ આજે પણ આનંદપૂર્વક દેરાસરમાં ગવાય છે તેના રચયિતા પ. પૂ. પંડિત શ્રી વીરવિજયજીની કાવ્યરચનાઓમાં અવિરત કાવ્યપ્રવાહ સ્વયંસ્ફર્ત ઝરણાંની જેમ વહેતો અનુભવાય છે. આ જ રીતે સ્વરોદયજ્ઞાનના તજજ્ઞ તથા સાધક પ. પૂ. ચિદાનંદજી મ. સા.ની કાવ્યરચનાઓ પણ સરળતાપૂર્વક ઉચ્ચ મનોભાવોને વ્યક્ત કરે છે. મહાવીર જૈન વિદ્યાલયના સ્થાપક પંજાબકેસરી
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy