SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ એમની લાક્ષણિકતા કે તેઓનું શરીર કસાયેલું હોવાથી તેઓ એક વાર પલાંઠી લગાવીને કામે લાગે તો પછી છ કે આઠ કલાક સુધી એક જ આસને ખાધાપીધા વગર, સંપૂર્ણ એકાગ્ર ચિત્તે, લેશમાત્ર આળસ કે કંટાળો લાવ્યા વગર મનમાં ધારેલું કાર્ય કરી શકતા. બીજા માટે ચાર દિવસનું કામ તેઓ એક જ દિવસમાં વધુ સુઘડ રીતે ચોકસાઈથી કરી શકતા. આપણા આગમોમાં મતિજ્ઞાનના વિવિધ ચાર પ્રકારની મતિનું વર્ણન આવે છે તેમાં તૈનયિકી અને કાર્મિકી નામે બે ભેદો મળે છે. શ્રી લક્ષ્મણભાઈ ભોજકને નિહાળતા આ બે ભેદોનો સહજ સાક્ષાત્કાર થઈ શકે. લક્ષ્મણભાઈ ભોજકની ક્ષમતા અને કુશળતા ભલભલા પંડિતોને પણ મોંમાં આંગળાં નંખાવે તેવી હતી. તેમણે પોતાના ફાળે આવતું કામ પૂરી નિષ્ઠાથી, ચીવટ અને ચોકસાઈથી કરવાની પદ્ધતિ અને ટેવથી, સાત દાયકાથીય વધારે સુધી અખંડ પણે કામ પાર પાડ્યાં, તેના પરિણામે તેમનામાં કાર્મિકી નામક બુદ્ધિમતિ-શક્તિનો સહજ વિકાસ થયો. તેમની તીક્ષ્ણ બુદ્ધિ તેમને પંડિતવર્યશ્રી લક્ષ્મણભાઈ ભોજક તરીકે સાબિત તથા સ્થાપિત કરી આપે છે. મોટી ઉંમરે પણ તેમની સ્મરણશક્તિ અક્ષણ-અખંડ રહી હતી. દા.ત., ૬૦ વર્ષ પહેલાં તેમણે કોઈ એક ચિત્ર એક વાર જોયું હોય અને એ આજે સામે ધરો તો ક્ષણાર્ધમાં કહી દેતા કે અમુક ભંડાર કે અમુક વ્યક્તિ કે અમુક વસ્તુ કે તેનો અંશ છે. આ સ્મૃતિશક્તિ એ આપણા જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમની એક અસાધારણ દેણગી જ ગણાય. તેઓમાં સમભાવી અને નિસ્પૃહ જીવનદષ્ટિનો વિસ્મયપ્રેરક પરિચય થાય, ક્યાંય ફરિયાદ નહિ, હતાશા કે હીનગ્રંથિ ન હોય, ગુરુત્વગ્રંથિ તો અશક્ય જ. જીવનની પ્રત્યેક પરિસ્થિતિને સમભાવપૂર્વક, નિર્લેપભાવે કે અનાસક્તભાવે શિશુસુલભ મુગ્ધતાથી સ્વીકારવાની તેમની ક્ષમતાનો અહંમુક્ત ચમકારો તેમનામાં જણાતો. તેઓ શ્રાદ્ધગુણસંપન્ન, દેવગુરુ ઉપર અંતરંગભક્તિ-પ્રીતિધારક, વિદ્વત્તામાં આડંબર સિવાયના, વજન વગરનું નિખાલસ જીવન જીવનાર, પરમાત્માના શાસનને પચાવી શ્રાવકપણાની પ્રાપ્તિ પ્રગટ કરતા જણાતા હતા. | શ્રી લક્ષ્મણભાઈ ભોજકનું જીવન જિન શાસનની અમર નિશાની, હિતભાષી, મિતભાષી અને મિષ્ટભાષી હતું. જિંદગીમાં આવેલી આફતોથી તેઓ આશાવાદી બન્યા અને પ્રતિકૂળતાથી વૈર્યવાન બન્યા. જ્ઞાનોપાસનામાં જીવન કુરબાન કર્યું. જીર્ણશીર્ણ થઈ ગયેલ જ્ઞાનભંડારોને જીવતદાન આપ્યું અને પુનઃઉત્થાન કર્યું. (૧) વિષય વૈવિધ્ય: શ્રી લક્ષ્મણભાઈ પાસે બેસવાથી ઘણા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. ક્યારેક પ્રતો વિશે, ક્યારેક ગ્રંથો વિશે, ક્યારેક મુદ્રિત ગ્રંથો કયા છે અને અમુદ્રિત ગ્રંથો કયા છે તે વિશે, ક્યારેક મૂર્તિલેખો વિશે, ક્યારેક પ્રાચીન કે મધ્યકાલીન કૃતિઓ વિશે, ક્યારેક પપ૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy