SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. કામ. (કામ કરે જાઓ), ૨. કલા. (કલા ખીલવતા જાઓ), ૩. કદર. (કદર કરતાં જાઓ). સચિત્ર પત્રોની ચિત્રશૈલી ઉકેલ, ચિત્રપરિચયની પાંડિત્યપૂર્ણ મહત્ત્વપૂર્ણ કામગીરી, વિજ્ઞપ્તિપત્રો, પ્રાચીન વસ્ત્રપટો વગેરેના તેઓ તજજ્ઞ હતા. કલામર્મજ્ઞ ડૉ. ઉમાકાંત પી. શાહ દ્વારા પ્રકાશિત મૂલ્યવાન ગ્રંથમાં પણ શ્રી લક્ષ્મણભાઈ ભોજક સહલેખકનું સ્થાન પામ્યા છે. મહુડીમાં વિક્રમ સંવત ૧૨૦૦થી ૧૩૦૦મા સૈકાની એક પ્રતિમા ટેકરી ઉપર બદસૂરત હાલતમાં મળેલી. તેની ઓળખ શ્રી અજિતનાથ ભગવાનની પણ શ્રી લક્ષ્મણભાઈ ભોજકે કરેલ. બીજી પ્રતિમા ધાતુની છે ત્યાં ગોખમાં મૂકેલ છે, વંચાતી નથી. તે માટે સાચી સલાહ પણ શ્રી લક્ષ્મણભાઈ ભોજકે જ આપેલ. (૨) નદીના પૂરમાં તણાઈને આવતી શ્રી સરસ્વતીદેવીની અતિકલાત્મક મૂર્તિ ગામમાં આવી, પાણી ઓસર્યાં, મૂર્તિ પડી રહી. (ચોવીશી સાથે પૂરા કદની મોટી ઊભેલી સ્થિતિ વાળી સ્વાભાવિક રીતે જ જૈન મંદિરની હોય.) બાવાએ આશ્રમમાં રાખી. તીર્થંકરની પ્રતિમાઓ પરત કરી પણ સરસ્વતીદેવીની ના આપી. શ્રી લક્ષ્મણભાઈ ભોજકે પોતાના અધિકાર પ્રમાણે શામથી ન માનતા બાવાને દામથી પણ રકમ દર્શાવી. પણ ટસના મસ ન થયા, લાલચ પારખી અમદાવાદ પરત આવી શક્ય તેટલી વધુ રકમની મંજૂરી લઈ ફરી બાવા પાસે ગયા, તો મૂર્તિ વેચાઈ ગઈ હતી. જૈન કલાનો એક અમૂલ્ય અને વિરલ નમૂનો ન સાચવી શક્યાનો અફસોસ, પારાવાર દુઃખ જણાઈ આવતું હતું. પ્રાચીન વસ્ત્રપટો, વિજ્ઞપ્તિપત્રો ઇત્યાદિ દુર્લભ સામગ્રી પર તૈયાર થયેલા મૂલ્યવાન ગ્રંથના એ સહલેખક હતા. પાટણની પ્રાચીન જૈન ધાતુ પ્રતિમાઓના લેખો `લી પુસ્તક તૈયાર કર્યું હતું. પ્રસિદ્ધ તામ્રપત્રો વિશે, શત્રુંજ્ય મહાતીર્થ પરના શિલાલેખો વિશે લેખ લખ્યા, રીટ્રીટ મ્યુઝિયમનાં સાઠ ચિત્રોનાં એક આલ્બમનાં ચિત્રોનો પરિચયલેખ લખ્યા હતા. દિલ્હીમાં અઢાર દેશોના લિપિ નિષ્ણાતોના સેમિનારમાં જૈનલિપિ વિશે એમણે ૫૫૨ વાંચ્યું હતું. નેશનલ સેન્ટર ફોર આર્ટ્સમાં વ્યાખ્યાન આપ્યાં. કલ્પસૂત્ર વિશે વ્યાખ્યાન આપ્યું. એમની આ બધી કાર્યસિદ્ધિ માટે અનેક સંસ્થાઓ તરફથી એમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. શત્રુંજય મહાતીર્થ તેમ જ પટના શિલાલેખો વિશે ‘સંબોધિ’ અને ‘સ્વાધ્યાય’ વગેરે સંશોધનપત્રોમાં તેઓના લેખો પ્રગટ થયા છે. પ્રાચીન પત્રો તેમ જ બીજી મૂલ્યવાન સામગ્રીઓનું પ્રદર્શન ગોઠવવું, આબાલગોપાલ સૌને તેનાં દર્શન અને સમજવામાં ઊંડો રસ લેતા કરવા, તેમાં શ્રી લક્ષ્મણભાઈ ભોજકની ફાવટ હતી. આ માટે ઘણી સંસ્થાઓ તેમને આમંત્ર; ભારતમાં અનેક શહેરોમાં, વિવિધ અવસરોએ બારેક પ્રદર્શનોનું સફ્ળ સંચાલન કર્યું હતું. સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક + ૫૫૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy