SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યશોધક પંડિત બેચરદાસ જીવરાજ દોશી - માલતી શાહ પડિત બેચરદાસ જીવરાજ દોશી વિવિધ ભાષાઓના તજજ્ઞ હતા, જૈન સંઘ વિકાસના માર્ગે આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ હતા, રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા હતા, સત્યના ઉપાસક હતા. તેઓના પિતાશ્રી જીવરાજ લાધાભાઈ દોશી વિસા શ્રીમાળી દેરાવાસી જૈન. સંસ્કારી માતા ઓતમબાઈની કુખે વિ. સં. ૧૯૪૬ના રોજ વલભીપુર(વળા)માં તેઓનો જન્મ થયો. કુટુંબની સ્થિતિ સામાન્ય. ત્યાંની ધૂડી નિશાળમાં ભણતરની શરૂઆત થઈ. થોડો સમય પોતાના મોસાળ સણોસરામાં ભણવા ગયા, વળી પાછા વલભીપુરમાં આવી બેચરદાસે ભણતર ચાલુ રાખ્યું અને છઠ્ઠી ચોપડી વલભીપુરમાં પૂરી કરી. દસ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં આજીવિકા માટે માને મદદ કરવા લાગ્યા. તે સમયના રિવાજ પ્રમાણે પિતાનું કારજ કરવા માટે માને કડલાં અને પ્રેળિયાં જેવાં આભૂષણો વેચવાં પડ્યાં તેની ઘેરી અસર બેચરદાસના મન ઉપર રહી. પોતાના બે દીકરા અને એક દીકરી માટે થઈને માતાને દળણાં, ખાંડણાના કામો કરવા પડતાં અને નાનો બેચર તે સમયે કાલાં ફોલવા, રાખ ચાળવી, દાળમશાલી (તળેલી દાળ) વેચવી વગેરે કામો કરતો. વિ. સં. ૧૯૫૮-૫૯માં માંડલમાં પ. પૂ. આ. શ્રી ધર્મસૂરિજીને મળવાનું થયું અને ત્યાં પાંચ-સાત મહિનામાં તેઓએ કૌમુદીનો અભ્યાસ કર્યો. તીવ્ર ગ્રહણશક્તિ અને અગાધ વિદ્યાપીપાસા એટલી હતી કે માંડલથી પોતાના મિત્ર હર્ષચંદ્રભાઈ મુનિ શ્રી જયંતવિજયજી) સાથે પગપાળા કાશી જવા માટે નીકળ્યા, પરંતુ માતાની અનિચ્છાથી ગોધરાથી પાછા વળ્યા. વલભીપુર અને પાલિતાણામાં અભ્યાસ ચાલુ રાખ્યો. જમવાની અને અન્ય મુશ્કેલી પડતી. પ્રભાવનામાં જે મળે તેનાથી પોતાનું કામ ચલાવતા. પછી જામનગરના શ્રી સૌભાગ્યચંદે માસિક રૂ. દસ આપવાનું નક્કી કર્યું તેથી સરળતા થઈ. છતાં નાની-મોટી મુશ્કેલીઓ વેઠીને પણ પ. પૂ. સિદ્ધિવિજયજી પાસે નવતત્ત્વનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ મહેસાણાની પાઠશાળામાં એક માસમાં ભાંડારકરની માગપદેશિકાની પહેલી ચોપડી કરી. વિદ્યાની ઝંખનાનો સળવળાટ ચાલુ જ હતો એટલે મહેસાણાથી કાશી બનારસ) ગયા. ત્યાં છ માસ સત્યશોધક પંક્તિ બેચરદાસ જીવરાજ દોશી + ૪૭૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy