SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ પહોંચાડ્યું હતું. વળી, આ જ્ઞાનસાધનામાં જેમ પોતાની જાતને પિછાણવાના પ્રયત્નનો સમાવેશ થતો હતો, તેમ જગતના બાહ્ય-આંતર રૂપને સમજવાની ઉત્કટ તાલાવેલીનો તથા એ માટેના પુરુષાર્થનો પણ સમાવેશ થતો હતો. જીવન અને જગતના સત્યને પામવાની આ તાલાવેલી જ એમને ઇતિહાસનાં ઊંડા અધ્યયન તથા સંશોધન તરફ દોરી ગઈ હતી. જીવનભર પોતાની અનેકવિધ શક્તિઓનું ટીપેટીપુ નિચોવીને પૂરી નિષ્ઠાથી વિદ્યાની સાધના કરી હતી. પણ મુનિશ્રી સર્વભાવે વિદ્યાસાધનાને સમર્પિત થયેલા એક આદર્શ વિદ્યાપુરુષ હતા – એટલું જ એમનું મૂલ્યાંકન કરીએ તો તે અધૂરું ગણાય, એમના જીવનનાં બીજાં બે પાસાં પણ એવાં જ મહત્ત્વનાં અને જાજરમાન હતાં. એક શ્રમનિષ્ઠા અને બીજી રાષ્ટ્રીયતા. જનસમૂહમાં, દેશમાં અને દુનિયામાં એમની જે નામના અને કીર્તિ હતી તે તો આપણા દેશના ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકે જ હતી – એમ તેઓ પોતે પણ જાણતા અને સ્વીકારતા હતા. અને છતાં, આવી નામનાથી અંજાઈને કે લોભાઈને, શ્રમનિષ્ઠા અને કર્મયોગને શિથિલ બનાવીને, જ્ઞાનયોગની એકાંગી સાધના દ્વારા પંડિત તરીકેની વિશેષ નામના પ્રાપ્ત કરવાના મોહમાં તેઓ સપડાયા ન હતા. ટૂંકમાં, પદ્ધતિસરનો અભ્યાસ કર્યા વગર અને અભ્યાસની કોઈ પણ જાતની ડિગ્રી મેળવ્યા વગર માનવી પોતાના પુરુષાર્થથી વિદ્યાસાધનાની સિદ્ધિની ટોચે કેવી રીતે પહોંચી શકે છે અને પીએચ.ડી. કે ડી.લિટની ડિગ્રી મેળવવા ઈચ્છનાર અભ્યાસીઓને કેવું સફળ માર્ગદર્શન આપી શકે છે એનું મુનિશ્રી જીવંત દગંત છે. સંદર્ભ-સૂચિ ૧. ‘અમૃત સમીપે: લેખકઃ પં. રતિલાલ દીપચંદ દેસાઈ, પ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. ૨. મુનિ શ્રી નિવિનયર્ની મહાન – Íાત નીવન પરિવા: લેખકઃ ડો. પદ્મધર પાઠક, પ્રકાશક: કેશરપુરી ગોસ્વામી (અધ્યક્ષ), સર્વોદય સાધનાશ્રમ, ચંદેરિયા. ૩. અર્વાચીન જૈન જ્યોતિધરો: લેખકઃ આત્માનંદજી, સંપાદકઃ પ્રકાશભાઈ ડી. શાહ (સન ૧૯૮૮), www.jainelibrary.org ૪. પારિજાતનો સંવાદ: ગુજરાત સમાચાર તા. ૨0૧-૨૦૧૩. મીતાબહેન ગાંધી અમદાવાદ, મો. 09328429560 ૪૭૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy