SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. અર્ધમાગધી કોશ ભાગ-રજો સંવત ૧૯૮૫ ૧૩. અર્ધમાગધી કોશ ભાગ-૩જો , ૧૯૮૬ ૧૪. અર્ધમાગધી કોશ ભાગ-૪થો , ૧૯૮૭ ૧૫. અર્ધમાગધી કોશ ભાગ-૫મો (અપ્રગટ) , ૧૯૮૮ ૧૬. જૈન સિદ્ધાંત કૌમુદી-સટીક અપ્રગટ) , ૧૯૮૯ ૧૭. રેવતી દાન સમાલોચના નિબંધ) , ૧૯૯૦ તેના સિવાય આત્મસ્વરૂપ, સૃષ્ટિવાદ અને ઈશ્વર, રત્નસુવાસિત વાણી, રત્નજીવન જ્યોત, વસુદર આખ્યાન (ગુજરાતી), જયઘોષ આખ્યાન (સંસ્કૃત), કલાવતી આખ્યાન (સંસ્કૃત-ગુજરાતી પદ્ય), અમરકુમાર આખ્યાન સંસ્કૃતપદ્ય), અનાથી મુનિ-આખ્યાન (સંસ્કૃત-ગુજરાતી પદ્ય), કર્મગ્રંથનો સારાંશ (ગુજરાતી), મુક્તાવલિ દિનકરીનો સારાંશ (ગુજરાતી), અનુયોગદ્વાર સૂત્રનો સારાંશ (ગુજરાતી), ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રનો સારાંશ (ગુજરાતી), વિદ્યાર્થી વાચનમાળા પુ. ૧ ગુજરાતી), બાળવાચનમાળા પુ. ૧ ગુજરાતી) વગેરે બધું જ સાહિત્ય અપ્રગટ છે. તેમની ડાયરીમાં આ બધા નામો છે પણ આ બધું સાહિત્ય અત્યારે અપ્રાપ્ય છે. તેમની કૃતિઓનું સંક્ષિપ્તમાં વિવેચન : ૧. પ્રાકૃત પાઠમાળા : આગમભાષા પ્રત્યે તેમની સેવાનો આરંભ સં. ૧૯૬૭ની સાલથી થાય છે. માંડવી શહેરમાં તેમણે પ્રાકૃત માર્ગોપદેશિકા તૈયાર કરી હતી. પરંતુ તે જ વર્ષે પં. બેચરદાસજીએ પ્રાકૃત માર્ગોપદેશિકા પ્રગટ કરી. એટલે ગુરુદેવે ૧૩ વર્ષ પછી સં. ૧૯૮૦માં પ્રાકૃતની છએ ભાષાની પાઠમાળા રૂપે પ્રાકૃત પાઠમાળા રચી. જેમાં (૧) મહારાષ્ટ્રી પ્રાકૃત, (૨) જૈન મહારાષ્ટ્રી, (૩) શૌરસેની, (૪) માગધી, (૫) પૈશાચી અને (૬) ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ – આ છ ભાષાઓનું સંક્ષિપ્ત વ્યાકરણ અભ્યાસ પાઠો તથા શબ્દકોશ સાથે તૈયાર કર્યું, જે સં. ૧૯૮૪માં પ્રકાશિત થયું. ૨. અર્ધમાગધી કોષ : જેન ધર્મોની આર્ષ કે અર્ધમાગધી પ્રાચીન ભાષા છે, તેથી તેનું ઘણું જ મહત્ત્વ છે. આથી જ ગુરુદેવે અર્ધમાગધી ભાષાનું સ્વતંત્ર વ્યાકરણ રચ્યું અને અર્ધમાગધી કોશની પણ રચના કરી. આ કોશની અને વ્યાકરણની ભારતના પંડિતોએ, પ્રોફેસરોએ અને અનેક વિદેશી તત્ત્વજ્ઞાનીઓએ મુક્તકંઠે પ્રશંસા કરી છે. આ કોશ પાંચ ભાગમાં વહેંચાયેલો છે. તેમ જ તેમાં પાંચ ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ પચાસ હજાર શબ્દોનો સમાવેશ કર્યો છે. મૂળ અર્ધમાગધી શબ્દ પ્રથમ આપીને પછી તેનો સંસ્કૃત પ્રતિશબ્દ આપી ગુજરાતી, હિંદી, તથા અંગ્રેજી અર્થ આપવામાં આવેલ છે. આ કોશના ચારે ભાગોમાં કેટલાંક જરૂરી ચિત્રો પણ આપેલાં છે. તેથી શબ્દાર્થ સમજવામાં ઘણાં ઉપયોગી વિધાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી + ૪૫૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy