SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેમની જ્ઞાનતૃષા બહુ તીવ્ર હતી જ્ઞાનનું વારિ જેમ મળતું ગયું તેમ તેમ એ તૃષા છીપવાને બદલે વધતી જ ચાલી અને જ્ઞાનરાશિનો ખજાનો સમાજે જોયો અને જે સ્થાનકવાસી જૈન સમાજ વિદ્વાન વિહોણો ગણાતો હતો તેનું મેણું ગુરુદેવે ભાંગ્યું. આગમોની બત્રીસીમાંથી ભગીરથ પ્રયત્ન કરી એકઠા કરેલા શબ્દગ્રંથ, શબ્દસંગ્રહ, સંસ્કૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી અર્થ સાથે અવતરણો તથા સંદર્ભગ્રંથોની નોંધ સાથે સમલકત કરી એક અજોડ શબ્દકોશ સમાજને ચરણે ધર્યો. અર્ધમાગધી ભાષાનું પાણિનિની ઢબે વ્યાકરણ રચી પ્રાકૃત ભાષાના એ પાણિનિ કહેવાયા. આ અર્ધમાગધીકોશ અનેક દૃષ્ટિએ અનોખો અને અજોડ બનેલ છે. ભાવનાશતક જેવું વૈરાગ્યમય કાવ્યકુંજ બનાવી જૈન સમાજના એ ભર્તુહરિ બન્યા. ‘વ્યકૌમુદી' દ્વારા જૈન જગતને પોતાના કર્તવ્યપરાયણતાની સાચી દિશા બતાવી. “રેવતીદાન સમાલોચના' જેવા ગંભીર મનનપૂર્ણ લેખો દ્વારા સંશોધકોની આંખો ઉઘાડી અને પોતાની પ્રકાંડ વિદ્વત્તા તથા તીક્ષ્ણ તર્કશક્તિનો પરિચય આપ્યો. પરંતુ કોશકાર તરીકે એમની જે નામના છે તે તો અજોડ છે. તિલકમંજરીકાર ધનપાળને “કુચલ સરસ્વતીનું ઉપનામ આપવામાં આવ્યું હતું, તેમ તેમને મુનિપુંગવ, ભારતભૂષણ, ભારતરત્ન જેવા ખિતાબ આપવામાં આવ્યા છે. જ્યારે તેઓ લેખનકાર્ય કરતા ત્યારે એમ લાગતું કે પ્રશાંત મહાસાગર કેમ ન હોય ! તેઓ લખવામાં જ પ્રવીણ હતા તેમ નહોતું, પણ વ્યાખ્યાન આપવાની પ્રવીણતા પણ કોઈ અલૌકિક હતી. તેમના જેવા વિદ્વાન મુનિ અને શ્રેષ્ઠ સાહિત્યકાર ખરેખર થવા મુશ્કેલ છે. દીક્ષા લીધા પછી તેમણે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કર્યો, એટલું જ નહિ પણ વ્યાકરણ, ન્યાય, કાવ્ય જેવા કઠિન વિષયોમાં તેઓ બહુ ઊંડા ઊતર્યા. તત્ત્વજ્ઞાન એમનો પ્રિય વિષય હતો. એમની અજોડ અને અનુપમ કૃતિઓ નીચે પ્રમાણે છે : કૃતિના નામ ગ્રંથની સાલ ૧. શ્રી અજરામર સ્તોત્ર ને જીવનચરિત્ર સંવત ૧૯૬૯ ૨. કર્તવ્ય કૌમુદી ભાગ ૧ ” ૧૯૭૦ ૩. ભાવનાશતક ” ૧૯૭૨ ૪. રગમાલિકા ૧૯૭૩ ૫. અર્ધમાગધી કોશ ભાગ-૧ ૧૯૭૯ ૬. પ્રસ્તાવ રત્નાવલિ ૧૯૮૧ ૭. કર્તવ્ય કૌમુદી ભાગ-૨ ૧૯૮૨ ૮. જૈન સિદ્ધાંત કૌમુદી , ૧૯૮૨ ૯. જૈનાગમ શબ્દસંગ્રહ ૧૯૮૩ ૧૦. અર્ધમાગધી શબ્દ રૂપાવલિ ૧૯૮૪ ૧૧. અર્ધમાગધી ધાતુ રૂપાવલિ ૧૯૮૪ ૨૮ + ૧૯ અને ૨૦ સદીના જૈન મક્ષિસનો અ#સ્મરશ્ન
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy