SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ આસપાસનાં ગામડાંમાં ઉઘરાણી કરવા જાય. ધંધામાં પિતાજી સાથે જોડાવું પડ્યું એટલે શાળા છોડવી પડી.” સુખલાલજી હવે પંદર વર્ષના થયા. સામાજિક રિવાજ મુજબ, કુટુંબના મોભા પ્રમાણે એમની સગાઈ પણ થઈ અને એક વર્ષમાં લગ્ન કરવાનું નક્કી થયું. કિશોરાવસ્થા પૂરી થઈ અને યૌવનાવસ્થામાં પ્રવેશ્યા ત્યાં જ “શીતળાના ભયંકર રોગમાં પંડિતજી સપડાયા, આંખોનું તેજ ચાલ્યું ગયું અને આંખોના ડોળા બહાર નીકળી ગયા. અંધકાર વ્યાપી ગયો દવાઓ – દુઆઓ કે દોરાધાગા કામ ન લાગ્યાં. હવે ૧૭ વર્ષની ઉંમરે પહોંચ્યા. સગાઈ પણ તૂટી ગઈ. દામ્પત્ય જીવન ન માગ્યું, પણ મા શારદામાએ દિવ્યજીવન તરફ પ્રયાણ કરાવ્યું. સત્સંગનો શોખ નાનપણથી જ હતો. ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીના દર્શને વારંવાર જતા અને તેઓની સ્મરણશક્તિ ખૂબ જ તીવ્ર હોવાથી ધાર્મિક સૂત્રોનો અભ્યાસ પણ કરતા. ઉપાશ્રયમાં જવું અને ધાર્મિક પાઠ કરવો એ તેમનો નિત્ય આચાર બની ગયો. તેમને સૂત્રો વાંચી સંભળાવનાર તેમના નાના ભાઈ છોટાલાલ અને પોપટલાલ તેમ જ ગુલાબચંદ નામના તેઓના મિત્રો હતા. આ મિત્રો તેઓને પ્રાકૃત અને સંસ્કૃત અક્ષરશઃ વાંચી આપે અને સુખલાલજી કંઠસ્થ કરી લે. મિત્ર પોપટલાલ આ શ્લોકના અટકળ અર્થ પણ કરતા જાય. આ સમયમાં પ્રજ્ઞાચક્ષુ લાધાજી સ્વામી પાસે વ્યાકરણ સાથે પંચસંઘી પણ, કંઠસ્થ કરી લીધી. લાધાજી સ્વામીએ વ્યાકરણ શીખવા ઉત્તેજન આપ્યું. વઢવાણ કેમ્પ (સુરેન્દ્રનગર) ખાતે મુનિ ઉત્તમચંદજી પાસે ચાતુર્માસ દરમિયાન વ્યાકરણ પણ શીખી લીધું. મુનિ છોટાલાલજી અને રત્નચંદ્રજી જેવા તરુણ જેન સાધુભગવંતોના પરિચયથી સંસ્કૃત અભ્યાસની જિજ્ઞાસા સતેજ થઈ. આમ સંવત ૧૯૫૩થી ૧૯૫૯ સુધીમાં જેનપરંપરાના ચાર અનુયોગોના અનેક વિષયોનું જ્ઞાન મેળવવાનો સુખલાલે ઉદ્યમ કર્યો. વ્યાકરણ વિના સંસ્કૃત ન આવડે. આથી વ્યાકરણ શીખવાની તમન્ના જાગી. તે સમયે ધર્મની સમજણ ખાસ કરીને ક્રિયાકાંડ, દેહદમન, તપશ્ચર્યા અને શાસ્ત્ર શ્રવણમાં જ સમાઈ જતી. તેથી તેઓએ નવા નવા છંદો, સ્તવનો, સઝાયો અને થોકડાઓ કંઠસ્થ કર્યા. આ થોકડાઓમાં દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગના શાસ્ત્રીય વિષયોનું નિરૂપણ છે તેવો ખ્યાલ સુખલાલજીને આવ્યો. આ વિષયોનું સળંગ આલેખન આગમોમાં છે. દીપચંદજીની પ્રેરણાથી ‘દશ વૈકાલિ’, ‘ઉત્તરાધ્યયન સૂત્ર અને “સૂત્રકૃતાંગ' કંઠસ્થ કર્યા. ભક્તામર’, ‘કલ્યાણમંદિર અને સિંદૂર પ્રકરણમાં કંઠસ્થ કર્યા. “રઘુવંશની નકલ પ્રાપ્ત થતા નવ સર્ગો આઠ જ દિવસમાં મિત્રની મદદથી કંઠસ્થ કર્યા. છ વર્ષ સુધી ગામ “લીમલીમાં જ અધ્યયન અને શ્રવણ પ્રવૃત્તિ ચાલુ રહી. કુટુંબનો સહકાર અને ભાભીનો પ્રેમ મળતો રહ્યો અને ભાભી દિયરને લાડ પણ લડાવે અને સુખલાલજી કોઈ વખત ગુસ્સો પણ કરે. ૪૪૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy