SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી હિંમતભાઈ કોઠારી નવૃત્ત જીવનમાં પણ પોતાના સ્વાધ્યાયરસને જીવંત રાખનાર શ્રી હિંમતભાઈએ ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીની જીવનયાત્રા અને વિદ્યાયાત્રાનો પ્રસ્તુત લેખમાં પરિચય આપ્યો છે. સં.). | મારું વતન સૌરાષ્ટ્રમાં આવેલું સુરેન્દ્રનગર શહેર. મારા જ વતનની ભાગોળમાં દશેક કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામ લીમલીમાં એક તત્ત્વચિંતક, દાર્શનિક અને વીસમી સદીના એક મહાન જૈન સાહિત્યકાર શ્રી સુખલાલજી પંડિતનો જન્મ થયેલો. પંડિત સુખલાલજીનું જીવન અંધકારમાંથી અજવાળું નહિ, પરંતુ અંધકારમાં અજવાળું. આંખ અને પાંખ વગર તેઓએ જીવનભર યાત્રાપ્રવાસ કર્યો. એક પ્રજ્ઞાચક્ષુ, અસહાય યુવાન ભારતીય દર્શનોનો એક વિશ્વવિખ્યાત મહાન વિદ્વાન કેવી રીતે બન્યો તેની ગાથા માનવજાત માટે સાચવી રાખવા જેવો વારસો છે. પંડિત સુખલાલજીનું બાળપણઃ પંડિત સુખલાલજીનું વતન વઢવાણ પાસેનું નાનકડું ગામ લીમલી, પરંતુ તેઓનો જન્મ તેમના મોસાળ ધ્રાંગધ્રા પાસે આવેલા કોંઢ નામના નાનકડા ગામમાં ૪ ડિસેમ્બર, ૧૮૮૦માં થયેલો. તેઓના પિતાજીનું નામ સંઘજીભાઈ અને અટક સંઘવી. તેઓનો પરિવાર વિસા શ્રીમાળી જૈન સ્થાનકવાસી. ચાર વર્ષની ઉમરે તેઓએ માતા ગુમાવ્યા અને પિતાજીએ બીજા લગ્ન કર્યા. તેઓના પરિવારમાં છ ભાઈ-બહેન હતાં. ભર્યાભાદર્યા સંયુક્ત કુટુંબમાં તેઓનો ઉછેર થયો. કુટુંબના કારભારી જેવા મૂળજીભાઈ પુરુષમાતા સમાન હતા. બધા તેઓને ‘ભાઈજી' કહેતા. આ ભાઈજીએ તેઓને ગામની શાળામાં ભણવા બેસાડ્યા. એ શુભ પળ હશે જે પળમાંથી ભારતને એક ભવ્ય વિદ્યાપુરુષ પ્રાપ્ત થયા. પંડિતજીના અક્ષરો સુંદર અને મરોડદાર હતા. હિસાબ-કિતાબમાં ખૂબ જ કાબેલ હતા. પિતાજીએ દુકાનના હિસાબનું કામ અને પત્રવહેવાર કરવાનું કામ તેઓને સોંપેલું. આ બાળપણના દિવસો દરમિયાન સુખલાલજી બધું કામ કરે. ઘરના નળિયાં સાફ કરે, નદીમાં તરવા જાય, દેશી રમતો રમે. ઘોડેસવારી કરી દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી + ૪૪૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy