SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ એમની સાધના અને તરલનું જીવન જુઓ. સમજાય કે મહાવીર શું કરી રહ્યા હતા? મહાવીરની સમગ્ર સાધના એ માટે હતી કે અંદરના વર્ધમાનનું મૃત્યુ થાય અને મહાવીરનો જન્મ થાય. જો ધર્મ જન્મથી મળી જતો હોય તો મહાવીરને પણ મળી ગયો હોત. બાર વર્ષની ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરવી એ નાસમજ હોત. પોતાના જીવનને ઓગાળવું અને બદલવું, દુર્ગમ પર એકલા જ ચડાઈ કરવી એ કેવી રીતે સાચું ગણી શકાય? પણ મહાવીર જાણતા હતા કે ધર્મ જન્મથી મળતો નથી. ધર્મ સંકલ્પથી મળે છે, શ્રમથી મળે છે. માટે જ મહાવીરની પરંપરા શ્રમણ પરંપરા કહેવાઈ. ધર્મ આપણને એટલો જ પ્રાપ્ત થાય છે જેટલો આપણે શ્રમ કરીએ છીએ. ભગવાન તરફથી કોઈ પ્રસાદ નથી મળતો, કોઈ આશીર્વાદ, કોઈ પ્રાર્થના કે સ્તુતિથી ધર્મ નથી મળતો. જે મેળવવું હોય તે પરાક્રમથી, શૌર્યથી મેળવવું પડે, જે મનુષ્યના સંબંધમાં અતિ ગૌરવની બાબત છે. મનુષ્ય માટે ગરીમાની, સન્માનની બીજી કોઈ વાત હોઈ શકે? જો કોઈ એમ કહે કે સત્યને પામવા કાંઈ કરવાની જરૂર નથી તો એવું સત્ય મને સ્વીકાર્ય નથી. પુરુષાર્થવિહીન સત્ય કોઈ નપુંસક જ સ્વીકારી શકે. આવી રીતે પ્રાપ્ત થયેલું સત્ય જીવંત રહી શકે? મહાવીર કહે છે સત્ય ભીખમાં ન મળી શકે. એના માટે તો આક્રમણ કરવું પડે, ક્ષત્રિય થવું પડે. મહાવીર કહે છે જો જીવનમાં આનંદ પ્રાપ્ત કરવો હોય તો બીજાને દુ:ખ દેવામાં અસમર્થ થઈ જાઓ, તો જ આનંદ પામશો. આચાર્ય રજનીશે નિર્જી, ભેદવિજ્ઞાન, શુક્લધ્યાનની પરિભાષા પણ બહુ સરસ કરી છે. બહારની વસ્તુઓ એટલે પર ને અંદર પ્રવેશવા ન દેવું, બહાર જ રહેવા દેવું. માત્ર બહારની વસ્તુઓ જ નહીં પણ તેના વિચારોને પણ અંદર ન પ્રવેશવા દેવા. જે બહારથી આવ્યો છે એ પ્રભાવને વિસર્જિત કરવો એ નિરા છે. બહારનું જ છોડી દેવું તો અંદર એ જ બચશે જે બહારથી નથી આવ્યું. અંદર જ છે તેના દર્શન થશે. મહાવીરની વૈજ્ઞાનિક ધારણા નિર્જરાની અદ્ભુત છે. એ જ માર્ગ છે, એ જ યોગ છે, એ જ વિજ્ઞાન છે, એ જ પ્રયોગશાળા છે, વ્યક્તિની સ્વયંમાં ઊતરવાની. વ્યક્તિ પોતાના અંદર થોડી વાર પણ આ વિવેકને જાગૃત કરે કે કોઈ પણ આવતો વિચાર બહારનો છે. આ હું નથી, આ પર’ છે. બહારથી આવતા સંસ્કાર (વિચાર) અંદર એને માટે હાવી થઈ જતા હતા કારણ કે આપણે એને આપણા માનતા હતા. જે બહારથી આવ્યું એ હું નથી એને મહાવીર ભેદવિજ્ઞાન' કહે છે. જે પર છે. આ પરને દ્રષ્ય બનીને જોવાનું છે. ધીરેધીરે તટસ્થ દ્રષ્ટાનો બોધ, સમ્યક દ્રશનો બોધ “પરને વિસર્જિત કરી દેશે. દ્રશ્યો વિલિન થતા જશે. એક દિવસ અચાનક જ્યાં ગત દેખાતું હતું ત્યાં શૂન્ય દેખાશે. ધીરેધીરે કોઈક દિવસ સામાયિકના પ્રયોગથી જગત શૂન્ય બની જશે. આ શૂન્યની પરિપૂર્ણ સ્થિતિને મહાવીરે “શુક્લધ્યાન' કહ્યું છે. આચાર્ય રજનીશ - ઓશો + ૪૦૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy