SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ પાવાપુરીમાં વડી દીક્ષા: સં. ૧૯૬૪માં કારતક વદ-૫નો વિહાર કર્યો. નદિયા, મુર્શિદાબાદ, બાલુચર, અજીમગંજ થઈ ચરમ તીર્થકર અહિંસામૂર્તિ જગવત્સલ ભગવાન મહાવીર સ્વામીની નિર્વાણભૂમિમાં પધાર્યા. આ ભૂમિ પવિત્ર પરમાણુઓને લીધે આલ્હાદ આપી આત્મશુદ્ધિ – આત્મશાંતિ અર્પનાર છે. ગમે તેવા ઉદાસી મનુષ્યનું ચિત્ત એક સમય પ્રફુલ્લિત કરે છે. જળમંદિરની શોભા અપરંપાર છે. જંગલમાં મંગલ એવું મંદિર, પ્રભુની પાદુકા, ચમત્કારી મૂર્તિ, આસપાસનું અમીઝરતું શાંત પવિત્ર વાતાવરણ સૌ કોઈને આકર્ષી તું હતું. અહીં પાવાપુરીમાં વડી દીક્ષા ધામધૂમપૂર્વક આપવામાં આવી. આ પવિત્ર ભૂમિની યાદ પ્રેરણાત્મક થઈ પડી. ત્યારબાદ બનારસ તરફ વિહાર કર્યો. સં. ૧૯૬૪ના વૈશાખ સુદિ-૩ના રોજ પ્રાતઃકાળે ન્યાયવિજયજી મુનિએ પાઠશાળામાં પ્રવેશ કર્યો. પ્રવેશ વખતે કાશીનરેશે હાથી, ઘોડેસ્વાર, બેન્ડ વગેરે સામૈયામાં મોકલી તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જ્ઞાનવારિધિઃ ૧૯૬૪માં કાશી આવીને ચાર વર્ષ સુધી એકાગ્રતાપૂર્વક સંસ્કૃત ભાષા, ન્યાયશાસ્ત્ર અને જૈનશાસ્ત્રનું અધ્યયન કર્યું. ૨૦૨૧ વર્ષની ઊગતી વયે માતા. સરસ્વતી એમના ઉપર પ્રસન્ન થયા. એમણે ન્યાયતીર્થની અને ન્યાય વિશારદની પરીક્ષા આપી. આ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને ન્યાય વિશારદ બની ગયા. ગુરુદેવને આનંદ થયો. આ ચારિત્ર મુનિએ સંસ્કૃતનો તલસ્પર્શી ઊંડો અભ્યાસ કરી ભાષા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. સંન્યાસની સાથે એમનામાં જે પ્રતિભા ખીલી ઊઠી હતી તેથી તેઓ સંસ્કૃતના શીઘ્ર કવિ બની ગયા. સંસ્કૃતના શ્લોકો તેઓ સહજ રીતે બનાવી શકતા. સંસ્કૃતમાં એટલું બધું પ્રભુત્વ હતું કે સંસ્કૃતમાં વક્તવ્ય આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી પછી શ્રી ન્યાયવિજયજીના ગ્રંથરત્નો ‘અધ્યાત્મ તત્ત્વાલોકઅને “કલ્યાણભારતી એ બંને ઉત્તમ ગ્રંથમણિ ગણાય છે. આ ગ્રંથમણિની આસુધી એટલી ભારે માંગ રહી છે કે તેની એક પણ કોપી આજે પણ સુલભ નથી. તેઓશ્રી જીવનની સંધ્યાએ પણ એક એવી ઉચ્ચભાવના રાખતા હતા કે ગીતા જેવો એક જૈન તત્ત્વજ્ઞાનને દર્શાવતો મહાગ્રંથમણિ ગતના ચોકમાં મૂકવા તૈયાર છું પણ શારીરિક કથળતી સ્થિતિમાં લાચાર બનીને આ કામ કરી શક્યા નહિ. તેનું મનદુઃખ છેવટ સુધી રહ્યું. જોકે તેમણે ભારતીય સંસ્કૃતિના નિચોડરૂપ સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાનથી પર “કલ્યાણ ભારતી’ની ભેટ આપીને જનતા ઉપર ભારે ઉપકાર કર્યો છે. એક જ ગ્રંથમણિથી એમણે સર્વ વ્યાપક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી પૂ. ન્યાયવિજયજી મહારાજ + ૩૫૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy