SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસ્નેહનાં તાણાવાણા ગૂંથાવા લાગ્યા. ગુરુદેવના ચરણે - નરસિંહ બુદ્ધિ પ્રભાવથી પોતાનો વિકાસ સાધી રહ્યા હતા. માતાપિતા વૃદ્ધ હતા. પોતાના એકના એક લાડલા પુત્રને વિવાહિત જોવાની ઇચ્છા હતી. નરસિંહનું વેવિશાળ તો થઈ ગયું હતું અને લગ્નની વાટાઘાટ ચાલી રહી હતી. ભાઈ નરસિંહનું માનસિક વલણ જુદું હતું. સંસારની માયાજાળમાં ફસાવા ઇચ્છતા નહોતા. ગુરુદેવના સંસારની અસારતા, વીતરાગનો મહામૂલો ધર્મ, સંયમ અને ત્યાગની મહત્તા, જીવન સાર્થક કરવા અને અધ્યાત્મજીવનનું રહસ્ય જાણવા અને માણવા મુનિધર્મની મહત્તા વ. વચનો નરસિંહના મનમાં ગુંજતા હતાં. લગ્નજીવનની ઉદાસીનતા હતી અને એ દરમિયાન માતાપિતાનું અવસાન થયું. તેમનો વિરહ અસહ્ય થઈ પડ્યો. લગ્નની વાત તો અધૂરી રહી. નરસિંહને લગ્નસંબંધમાંથી મુક્તિ મળી. ગૃહસ્થ જીવન કરતાં અત્યંત ઉચ્ચ અને પવિત્ર જીવન જીવી હજારોના જીવન ઉજાળી હજારોને શાતા અને પ્રેરણા આપવા મહાન તત્ત્વવેત્તા અને મહાકવિ થવા સર્જાયેલ નરસિંહભાઈએ પાલિતાણા (કાકાના જણાવ્યા પ્રમાણે) જવાને બદલે સીધા બનારસ તરફ પ્રયાણ કર્યું. ગુરુદેવના દર્શન, મિત્રોનો સહવાસ, શાસ્ત્રોનો અભ્યાસ અને બનારસના જીવનનો આનંદ માણવા નરસિંહ તલસી રહ્યા હતા. જ્યારે ગુરુદેવના ચરણે જઈને મસ્તક નમાવી અને ગુરુદેવના આશીર્વાદ મેળવ્યા ત્યારે તેમનું જીવન ધન્ય બની ગયું. નરસિંહભાઈની વિદ્યાભ્યાસની ઝંખના તથા બુદ્ધિપ્રભા જોઈને ગુરુદેવને સંતોષ થયો. કલકત્તામાં ગુરુદેવને ચરણે પોતાની જાતને શ્રદ્ધાપૂર્વક સમર્પણ કરતાં જોઈને ગુરુને આનંદ થયો. ભવ્ય દીક્ષા મહોત્સવઃ તેઓ કલકત્તામાં ગુરુદેવના ભાષણથી એટલા બધા પ્રભાવિત થયા કે જૈન ન્યાયનો અભ્યાસ શરૂ કર્યો. ગુરુદેવ તેમને વાર્તાલાપમાં વખતોવખત વૈરાગ્ય ભાવના જગાવવા ઉપદેશ આપતા હતા. તેની જાદુઈ અસર થઈ અને ચારિત્રની ભાવના જાગી. ગુરુજીને કહ્યું કે હે પ્રભો! હું તો માંડલથી મારું વેવિશાળ તોડીને આપના ચરણમાં બેસી જવા આવ્યો છું. મારે આપના શિષ્ય થવું છે. ગુરુદેવને ખૂબ હર્ષ થયો. ૧૯૬૩ના ચૈત્રવેદી પના રોજ કલકત્તામાં દીક્ષા મહોત્સવ મંડાયો અને દીક્ષાનો વરઘોડો જોવા હજારોની મેદની ઊમટી આવી. અને સંઘમાં આનંદની લહેર લહેરાણી. નરસિંહભાઈને મુનિશ્રી ન્યાયવિજયજીનું નામ આપ્યું. આ મુનિ ન્યાયવિજયજીની બુદ્ધિપ્રભા એવી તેજસ્વી હતી કે ન્યાય-વ્યાકરણ તીર્થ બન્યા. મહારાજશ્રી વારંવાર ઉપદેશ આપતા કે સંસારનું સ્વરૂપ ઈન્દ્રજાળ છે. વિદ્યુતના ચમત્કાર અથવા સંધ્યાના રંગ સમાન છે. દુઃખોથી મુક્ત થવા અને શાંતિ મેળવવા પ્રયાસો કરવા એ જ મનુષ્યજન્મ, ઉત્તમ કુળ, ઉત્તમ દેવગુરુ ધર્મની પ્રાપ્તિનું ફળ છે. અન્યથા પશુઓ પણ પોતાનું પેટ ગમે તેમ કરી ભરે છે. ૩૫૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy