SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના પ્રચાર માટે જેટલા ભારતમાં પ્રસિદ્ધ હતા તેટલા જ વિદેશમાં પણ હતા. ઘણા વિદેશી વિદ્વાન તેઓની પાસે જૈન ધર્મના વિષય બાબતે માર્ગદર્શન માટે આવતા, જેમાં પીટરસન એ. એફ. રૂડોલ્ફ, ડૉ. હાર્નલ વગેરે ખાસ હતા. (જર્મન વિદ્વાન) એ. એફ. રૂડોલ્ફ, હાર્નલ નામના જર્મન વિદ્વાન કલકત્તાની રોયલ એશિયાટિક સોસાયટીમાં રહી આપણા જૈન આગમો પૈકી ઉવાસગદસાઓ – ઉપાસકદશાંગ એ નામના સૂત્રનું સંશોધન કરતા હતા. તેમણે તેના કેટલાક પારિભાષિક શબ્દોના અર્થ સમજવામાં મુશ્કેલી પડી તે વખતે તેમણે શ્રી આત્મારામજી મહારાજ સાથે પત્રવ્યવહાર કરી ઘણી બાબતોનો ખુલાસો મેળવ્યો. એથી તેમને એટલો બધો સંતોષ થયો કે તેમણે પ્રકાશિત થતું તે પુસ્તક પણ શ્રી આત્મારામજી મ.ને અર્પણ કર્યું અને તેમાં તેમની અર્પણપત્રિકા પોતે સંસ્કૃત છ છંદોમાં રચી મૂકી તેમ જ ઋગ્વેાદિ યુરોપમાં છપાયેલ તે પણ મંગાવીને તેમને ભેટ કર્યાં. જ્યાં લેખક નથી પહોંચી શકતા ત્યાં સાહિત્ય પહોંચી જાય છે. પૂ. આત્મારામજી મહારાજનું સંપૂર્ણ લક્ષ્ય જૈન સાહિત્યના પ્રચાર અને પ્રસારનું હતું. તેમના મૂર્તિપૂજા વિષયક ગ્રંથો – પુસ્તકો વાંચીને ઘણા સ્થાનકવાસી સાધુઓ સંવેગીમાં દિક્ષિત થઈ ગયા હતા તેમ જ અજ્ઞાન તિમિર ભાસ્કર વાંચીને ઘણા હિંદુ સંન્યાસી જૈન ધર્મના પ્રશંસક બની ગયા હતા. આ બાબતના ઘણા ઉદાહરણ છે. જેમાંથી અહીંયાં હિંદુ સંન્યાસી યોગી જીવાનંદ સરસ્વતીનું એક ઉદાહરણ પૂરતું થઈ જાય તેવું છે. જૈન તત્ત્વાદર્શન અને અજ્ઞાન તિમિર ભાસ્કરનો અભ્યાસ કરીને તેમના વિચારોમાં પરિવર્તન આવી ગયું હતું. પોતાનામાં આવેલા આ પરિવર્તન માટે તેમણે પૂ. આત્મારામજીને પત્ર દ્વારા જાણ કરી આ પત્રનો ઉલ્લેખ સ્વયં પૂ. આત્મારામજી મહારાજે પોતાના તત્ત્વનિર્ણય પ્રાસાદ ગ્રંથમાં કર્યો છે જે તેઓની જ ભાષામાં જેમનો તેમ અહીં રજૂ કર્યો છે. 'जैनतत्त्वादर्श' और 'अज्ञान तिमिर भास्कर' पढकर उनके विचारों में परिवर्तन आया था। अपने में आए इस परिवर्तन को उन्होंने पूज्य श्री आत्मारामजी महाराज को पत्र के द्वारा सूचित किया था। इस पत्र का उल्लेख स्वयं पूज्य श्री आत्मारामजी महाराजने अपने ग्रंथ 'तत्त्वनिर्णय प्रासाद' में किया है। वह पत्र उन्हीं की भाषा में जस का तस यहां उद्घृत है। 'स्वस्ति श्रीमज्जैनेंद्र चरणकमल मधुपायितमनस्क श्रीयुक्त परिव्राजकाचार्य परम धर्म प्रतिपालकः श्रीआत्मारामजी तपगच्छीय श्रीमन्मुनि महाराज ! बुद्धिविजय शिष्य श्रीमुखी को पारिव्राजक योगजीवानंद स्वामी परमहंस का प्रदक्षिणापूर्वक क्षमाप्रर्थमेतत् भगवान व्याकरणादि नाना शास्त्रों के अध्ययन-अध्यापन द्वारा वेदमत गले में बांध मैं अनेक राजा प्रजा के सभाविजय करे देखा, व्यर्थ मगज मारना है इतना ही फल साधनांश होता है कि राजलोग जानते समझते हैं फलाना पुरुष बडा भारी : ન્યાયામ્ભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૩૦૧ -
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy