SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવ્યા? કેટલા જેનો બનાવ્યા? કેટલા મંદિરોની પ્રતિષ્ઠા કરી? વગેરેનું ટૂંકું પણ રસપ્રદ વર્ણન આપ્યું છે. તેમ જ મહાવીરસ્વામીથી આજ સુધીના ગૂર્જરપતિઓએ કઈ સાલથી કઈ સાલ સુધી કેટલા વર્ષ રાજ્ય ભોગવ્યું વગેરે વિગતોનો સમાવેશ સપ્રમાણ આપેલ છે. આ ગ્રંથ પંજાબ શ્રી આત્માનંદ જૈન સભાએ વિ. સં. ૧૯૫૩માં પ્રકાશિત કરેલ. (૬) વિશે પ્રશ્નોત્તર: આચાર્યશ્રીએ આ પુસ્તક વિ.સં. ૧૯૪૯માં અમૃતસર ખાતે તૈયાર કરેલ. સને ૧૮૯૩ (વિ.સં. ૧૯૪૯)માં અમેરિકાના શિકાગો શહેરમાં સર્વધર્મ પરિષદમાં આચાર્યશ્રીને જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આમંત્રણ મળ્યું હતું. તેમ જ પરિષદના આયોજકોએ આચાર્યશ્રીને એક નિબંધ મોકલવાની વિનંતી કરી હતી. આચાર્યશ્રી સાધુધર્મમાં હોવાથી ન જઈ શક્યા, પરંતુ શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરી મોકલ્યા. તે ચિકાગોના પ્રશ્નોના ઉત્તરો આ ગ્રંથમાં આપેલ છે. અને આચાર્યશ્રીએ શિકાગો પ્રશ્નોતર પુસ્તક લખીને શ્રીયુત વિરચંદ રાઘવજી ગાંધીને આપ્યું હતું. આ પુસ્તકમાં જૈન ધર્મનું પ્રાથમિક જ્ઞાન છે. ઈશ્વર કઈ વસ્તુ છે? જેનો કેવા ઈશ્વરને માને છે? અન્ય મતવાળા કેવા ઈશ્વરને માને છે? ઈશ્વર જગતના કર્તા સિદ્ધ થાય છે કે નહિ? કર્મ શું વસ્તુ છે? તેના મૂળ ભેદ કેટલા છે? ઉત્તર ભેદ કેટલા છે? કયા કર્મના બંધ હોય છે ને કયા તેનાં ફળ હોય છે? એક ગતિથી ગત્યંતરમાં કોણ લઈ જાય છે? જીવને કર્મનો શું સંબંધ છે? કર્મનો કર્તા જીવ પોતે કે કોઈ તેને કર્મ કરાવે છે? પોતાના કયા કર્મથી જીવ ભોક્તા છે? સર્વ મતોમાં કયા કયા વિષયોમાં પરસ્પર એકતા છે? આત્મામાં ઈશ્વર હોવાની શક્તિ છે કે નહિ? મનુષ્ય ઈશ્વરનો શું સંબંધ છે? સાધુ અને સંસારીના ધર્મો, ધાર્મિકને સાંસારિક જિંદગીનાં નીતિપૂર્વક લક્ષણ, ધર્મશાસ્ત્રોનું અવલોકન કરવાના નિયમો, દૂષણરહિતની પીછાણ, ધર્મભ્રષ્ટ થનારની ફરી શુદ્ધિ, જિંદગીનો ભય નિવારવાનો કાયદો, ધર્મના અંગ ને તેનાં લક્ષણ વગેરે અનેક તત્ત્વની વાતોનો આ ગ્રંથમાં કર્તાએ સમાવેશ કર્યો છે. (૮) વતુર્થસ્તુતિ નિયઃ ભાગ પહેલો આ ગ્રંથ આચાર્યશ્રીએ વિ.સં. ૧૯૪૪માં રાધનપુર ખાતે લખ્યો હતો. પતિ રત્નવિજયજી (રાજેન્દ્રસૂરિ) અને ધનવિજયજી નામના સાધુઓ દેવસી અને રાઈપ્રતિક્રમણમાં ચાર થોયને બદલે ત્રણ થોયનો પ્રચાર કરતા હતા અને શાસ્ત્રોક્ત ઠરાવવા તેમણે આકાશ-પાતાળ એક કર્યા. છતાં તેમની આ શાસ્ત્રવિરુદ્ધની પ્રવૃત્તિ ગુરુદેવે ખુલ્લી પાડી – પૂર્વાચાયત વ્યાસી (૮૨) પુસ્તકો અને સૂત્રોના આધાર આપી ચાર થોય શાસ્ત્રોક્ત છે તેવું આ ગ્રંથ દ્વારા સિદ્ધ કરી આપ્યું (૯) વતુર્થ સ્તુતિ નિર્ણયઃ ભાગ બીજો આ ગ્રંથ આચાર્યશ્રીએ વિ.સં. ૧૯૪૮માં પટ્ટીમાં લખ્યો હતો. ત્રણ થાયનો પ્રચાર કરનાર સાધુ ધનવિજયજીએ એક ગ્રંથ તૈયાર કરી તેમાં “આત્મારામજી ન્યાયામભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૯૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy