SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ જે વિ. સં. ૧૯૩૮માં ગોંડલ નિવાસી નેમચંદ હીરાચંદે પ્રસિદ્ધ કરેલ. આ ગ્રંથમાં મૂર્તિપૂજા અને સમ્યકત્વ વિરુદ્ધ એટલાં કડક લખાણ હતાં કે જે કોઈ પણ મૂર્તિપૂજક જૈન સહન ન કરી શકે તેની તમામ વિગતોનું ખંડન આ સમ્યકત્વશલ્યોદ્ધાર ગ્રંથમાં કરેલ છે. તેમાં મહાવીરસ્વામીથી આજ સુધીમાં મૂર્તિપૂજા પુરાણી છે તે પાશ્ચાત્ય વિદ્વાનોના અભિપ્રાયોથી તથા મૂર્તિઓના પુરાવાથી અને પૂર્વાચાયત આગમો દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. અજ્ઞાનતાના પ્રસંગથી ઉન્માર્ગગામી બનેલા જીવો ભવ્ય જીવોને હેયોપાદેય સમજીને સૂત્રાનુસાર શ્રી તીર્થકર, ગણધર, પૂર્વાચાર્ય પ્રદર્શિત સત્યમાર્ગ બતાવવા લેખક મહાત્માએ આ ગ્રંથમાં પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. (૪) શ્રી જૈન ઘર્મ વિષય પ્રશ્નોતર: વિ.સં. ૧૯૪૫ પોષ સુદ છઠ્ઠના રોજે રૂ. આચાર્યશ્રીએ લખી પૂર્ણ કરેલ આ ગ્રંથ શ્રી જૈન આત્માનંદ સભા – ભાવનગરે પ્રસિદ્ધ કરેલ. આ પુસ્તકમાં અનેક પ્રશ્નોના સમાધાન કર્યા છે, જેમાં નીચેના વિષયો ખાસ છે. જૈનોમાં જ્ઞાતિધર્મ, શ્રાવકધર્મ, મુનિધર્મ, જૈનમતના આગમ, મહાવીર સ્વામીના સમયમાં જેની રાજ્ય, પાર્શ્વનાથ ને તેની પટ્ટાવલી, જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી જુદો છે, બુદ્ધની ઉત્પત્તિ, નિર્વાણ શબ્દના અર્થ, પુણ્ય પાપનું ફળ દેનાર ઈશ્વર નહિ પણ કર્મ છે, જગત અકૃત્રિમ છે, દેવ-ગુરુને દેવોના ભેદ, સમ્યક્તી દેવતાની સાધુ શ્રાવક ભક્તિ કરે તો શુભાશુભ કર્મના ઉદયમાં દેવતા નિમિત્ત છે વગેરે અનેક પ્રશ્નો આ ગ્રંથમાં ચર્ચવામાં આવ્યા છે. (૫) નવતત્ત્વ આચાર્યશ્રીએ વિ.સં. ૧૯૨૭માં તૈયાર કરેલ, તે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી પ્રો. હીરાલાલ રસિકાસ કાપડિયાએ વિ.સં. ૧૯૮૮માં પ્રસિદ્ધ કરેલ. આ ગ્રંથમાં જીવદયાનું, નવતત્ત્વનું સ્વરૂપ ઓળખાવવામાં આવ્યું છે, પરંતુ વિશેષતાએ શ્રી ભગવતીસૂત્ર પ્રમુખ વિવિધ આગમોના પાઠોની અહીં સંકલના કરવામાં આવી છે. અનેક મુદ્દાની વસ્તુઓ યંત્રરૂપે કોષ્ટક દ્વારા રજૂ કરેલ છે, જેથી આ ગ્રંથની મહત્તામાં અસાધારણ વૃદ્ધિ થઈ છે. કર્તાએ બાર વિવિધ વર્ગી ચિત્ર વડે એને અલંકૃત કર્યો છે. ખાસ જીવતત્ત્વ, અજીવતત્ત્વ, પુણ્યતત્ત્વ, પાપતત્ત્વ, આસવતત્ત્વ, સંવરતત્ત્વ, નિર્જરાતત્ત્વ, મોક્ષતત્ત્વ વગેરે વિષયોનો સંપૂર્ણ રીતે આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે. (૬) જૈન મત વૃાઃ આ પુસ્તક આચાર્યશ્રીએ વિ.સં. ૧૯૪રમાં સુરતમાં લખ્યું, આ નાનકડા પુસ્તકમાં સ્વર્ગસ્થ મહાત્માએ લાખો વર્ષનો ઇતિહાસ ઠાંસીઠાંસીને ભર્યો છે. ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના તીર્થકરોની ઐતિહાસિક ટૂંકનોંધ આમાં છે. કયા-કયા તીર્થકરોના સમયમાં કયા મતની શરૂઆત થઈ તથા તેમના કેટલા ગણધરો હતા? કેટલા ગચ્છો હતા? તેની ટૂંકી વિગત, રાવણ અને નારદમુનિના સંબંધ તથા મહાવીર સ્વામી પછી કયા આચાર્યોએ કેવા ગ્રંથો ૨૯૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy