SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયસિંહસૂરિ પછી સંવેગી પક્ષમાં લગભગ ૨૬0 વર્ષ પછી આચાર્યની પદવી શ્રી આત્મારામજી મહારાજને આપવામાં આવી અને અંધકાર યુગ સમાપ્ત થયો અને નવા ઉજ્વળ નવયુગનો શુભારંભ થયો. ત્યારબાદ બે ચાતુર્માસ ગુજરાતમાં કરી. રાજસ્થાનમાં જોધપુર ચાતુર્માસ કરી પંજાબ તરફ તેઓએ વિહાર કર્યો. પંજાબમાં તેઓના આગમનના સમાચાર સાંભળી સર્વત્ર આનંદઉલ્લાસ છવાઈ ગયો. શાસ્ત્રમાન્ય નવા આચારવિચારની વિધિવત રૂપથી પ્રસ્થાપના કરવામાં આવી અને ગામેગામ નવનિર્માણ કાર્ય કરાવ્યું. તેઓએ છ નવાં જિનમંદિરોની અંજનશલાકા-પ્રતિષ્ઠા સંપન્ન કરાવી. આ કાર્યથી ત્યાંના શ્રાવકોની જૈનધર્મ પ્રત્યેની આગમ સમ્મત શ્રદ્ધા દઢ અને સ્થિર કરી. વિ.સં. ૧૯૪૯ (ઈ. સ. ૧૮૯૩)માં અમેરિકાની રાજધાની શિકાગો શહેરમાં દુનિયાના પ્રચલિત સર્વધર્મના મુખ્ય મુખ્ય પ્રતિનિધિઓની સભા - સર્વધર્મ પરિષદ ભરવાનું જાહેર થયું. તે પરિષદમાં જેન જગતમાં અગ્રપદે બિરાજમાન આ. વિજયાનંદસૂરિને હાજરી આપવા આમંત્રણ મળ્યું. તેઓએ સહર્ષ વધાવી લીધું. પરંતુ સાધુ ધર્મના નિયમોને લોપી જાતે શિકાગો જઈ શકાય તેમ નહોતું, તેમ જ ભારત વર્ષના એ કાળના જૈન સમાજનું માનસ અતિ રૂઢિચુસ્ત હતું. સમુદ્રપાર ગમન પરદેશગમન કરનાર વટલાઈ જાય, અધર્મી બની જાય. મુંબઈ જેવા પ્રગતિમાન શહેરમાં પણ પ્રચંડ વિરોધ થયો. તેમ છતાં સમતા જાળવી શાંતિ રાખી ખંતથી કામ લીધું. પ્રચંડ વિરોધ હોવા છતાં તેમણે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પરમાત્મા મહાવીરના સિદ્ધાંત-સંદેશ વિશ્વમાં પહોંચાડવા માટે શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધી બાર-એટ-લોને પોતાના પ્રતિનિધિ તરીકે નક્કી કરીને પોતાની પાસે રાખી વિશેષ અભ્યાસ કરાવ્યો અને જૈન દર્શનની ઈશ્વર સંબંધી માન્યતા વિશે એક મોટો નિબંધ તૈયાર કર્યો. એ નિબંધ ત્યાર પછી શિકાગો પ્રશ્નોત્તરના નામે એક ગ્રંથ રૂપે પ્રસિદ્ધ થયો. તેમ જ પરીષદમાં જઈ શ્રીયુત ગાંધીએ જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી પણ સ્વતંત્ર ધર્મ છે એ સિદ્ધ કરવાને શક્તિમાન થયા. તેના પરિણામે શ્રીયુત ગાંધીએ અમેરિકામાં જૈન દર્શનનો ડંકો બનાવ્યો અને જુદાંજુદાં સ્થાને જૈન ધર્મ સંબંધી ભાષણો પણ આપ્યાં. પશ્ચિમી પ્રજામાં જૈન ધર્મ પ્રત્યે જિજ્ઞાસા જન્માવી. જૈન ધર્મનું ગૌરવ વધાર્યું. ટૂંકમાં આચાર્ય મહારાજશ્રીની દીર્ઘદર્શિતાને કારણે વિદેશી પ્રજામાં જૈન ધર્મ પ્રત્યે જિજ્ઞાસા જન્મી. આથી સર્વ પ્રથમ વિશ્વમાં જૈન ધર્મનો પ્રચાર કરવાનો યશ શ્રી આત્મારામજીને ફાળે જાય છે. સર્વધર્મ પરિષદમાં જૈન ધર્મનો વિજયી વિજયવાવટો ફરકાવી શ્રીયુત ગાંધી પાછા આવ્યા ત્યારે રૂઢિચુસ્તોએ તેમને સંઘ બહાર કરવાનો હુકમ જારી કરવાનું નક્કી કર્યું અને તે સમયમાં મુંબઈમાં બિરાજમાન પૂ. પાદ શાંતિમૂર્તિ શ્રીમાન મોહનલાલ મહારાજ (તે સમયના તેઓશ્રી પણ એક પૂજ્ય અને પ્રભાવી મહાત્મા હતા)ને ૨૯૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy