SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજયની યાત્રા કરી પાછા અમદાવાદ આવી વિ. સં. ૧૯૩૨માં તેઓશ્રીએ તથા તેઓની સાથે આવેલા ૧૫ સાધુઓએ શ્રી બુકેરાયજી મ. પાસે સંવેગી દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રી શ્રી બટેરાયજીના શિષ્ય બન્યા અને બાકીના તેઓની સાથે આવેલા ૧૫ સાધુઓ તેઓશ્રીના શિષ્ય બન્યા. શ્રી આત્મારામજી મ.નું નામ શ્રી આનંદવિજયજી રાખવામાં આવ્યું. વિ. સં. ૧૯૩૨નું ચાતુર્માસ અમદાવાદ કર્યું અને તે પછી ફરી પાલિતાણા પધારી શત્રુંજયની તીર્થયાત્રા ખૂબ જ આત્મોલ્લાસથી કરી. તે પછી વિ. સં. ૧૯૩૩નું ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. આમ ગુજરાત અને કાઠિયાવાડની ધરતીને ધર્મમય બનાવી તેઓ પાછા પંજાબ તરફ ર્યા. પાંચ વર્ષ સુધી પંજાબમાં ગામેગામ વિચરી ધમપદેશ આપ્યો. નવા જેનો અને જિન મંદિરો બનાવ્યા. પાઠશાળાઓ શરૂ કરાવી અને પુનઃ ગુજરાત તરફ પ્રયાણ કર્યું. આ દરમિયાન મુંબઈના જેનોએ મહારાજશ્રીને મુંબઈ પધારવા ખૂબ જ આગ્રહ કર્યો પરંતુ ત્યાં જઈ શકાયું નહિ. વિ. સં. ૧૯૪૦માં બિકાનેર ચાતુર્માસ કરી તેઓશ્રી ભરૂચ, વડોદરા, છાણી, ઉમેટા, બોરસદ થઈ અમદાવાદ આવ્યા. અમદાવાદમાં વિ.સં. ૧૯૪૧માં ચાતુર્માસ કર્યું અને ત્યાર બાદ સુરત ખાતે વિ. સં. ૧૯૪રમાં ચાતુર્માસ કર્યું. ઘણા જૈન ગૃહસ્થો તથા સાધુ ભગવંતોએ શ્રી આત્મારામજી મને પાલિતાણા પધારવા આગ્રહ કર્યો. તેઓશ્રી વિહાર કરી પાલિતાણા પધાર્યા. વિ. સં. ૧૯૪૩નું ચાતુર્માસ પાલિતાણા ખાતે થયું અને ઐતિહાસિક બની રહ્યું. જન ગતમાં મહારાજશ્રી હવે અનેક રીતે પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. એમની ક્રિયાશીલતા અને વિદ્વત્તાએ દરેકના હૃદયમાં બહુમાન ઉપજાવ્યું હતું. જુદુંજુદે વખતે થયેલા એમના શાસ્ત્રાર્થો અને વ્યાખ્યાનવાણીએ લોકો પર ખૂબ જ અસર કરી હતી. તેમ જ અત્યાર સુધીમાં એમના લખેલા ગ્રંથો સાહિત્યમાં અનેરું સ્થાન પામ્યા હતા. તેમ જ એમના જેવા બહુશ્રુત શાસ્ત્રગામી મુનિરાજ દુર્લભ જ હતા. જૈન ધર્મમાં આચાર્યપદનું સ્થાન સૌથી ઊંચું છે. વિશિષ્ટ ગુણો, કાર્યો, વિશેષતાઓ અને વિશિષ્ટ તપઃ વિધાન બાદ જ આ પદથી વિભૂષિત કરવામાં આવે છે. પાલિતાણામાં ચાતુર્માસ દરમિયાન સંપૂર્ણ ભારતવર્ષનાં શ્રીસંઘના અગ્રણીઓએ પૂ. આત્મારામજી મહારાજને આચાર્યપદથી વિભૂષિત કરવા નિર્ણય લીધો અને વિ.સં. ૧૯૪૩ના કાર્તિક પૂર્ણિમાના પવિત્ર દિવસે ભવ્ય ઠાઠમાઠ સાથે ભારતના સકળસંઘે સમાજના આગેવાનો, અગ્રણીઓ અને હાજર રહેલ પાંત્રીસ હજાર લોકોની વિશાળ હાજરીમાં તેઓશ્રીના મસ્તક ઉપર સૂરિપદનો મુકુટ મૂક્યો અને તેઓશ્રીનું અપૂર્વ બહુમાન કર્યું. તે દિવસથી તેઓશ્રી ન્યાયાસ્મોનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીના નામથી સંસારમાં મશહૂર થયા. ન્યાયશાસ્ત્રના પ્રખર પુરસ્કર્તા હોવાથી તેઓશ્રીને ન્યાયાસ્મોનિધિની પદવીથી વિભૂષિત કરાયા હતા. આમ જૈનોના ઇતિહાસ તરફ જોતા સ્પષ્ટ જણાય છે કે આચાર્ય શ્રી ન્યાયાભાનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૮૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy