SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ - પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી 1 મહારાજ (પ્રિયદર્શન) ચંદ્રિકા શાહ સિગીતપ્રેમી, સંસ્કારી, સ્વાધ્યાયરત શ્રી ચંદ્રિકાબહેને પ્રસ્તુત લેખમાં પૂ. આ. શ્રી ભદ્રગુપ્તસૂરિજીના વિવિધ પ્રકારના સાહિત્યનો સુગમ શૈલીમાં પરિચય આપ્યો છે. – સં.] સાહિત્યક્ષેત્રે જૈન સાહિત્યકારોનું પ્રદાન : જૈનોનું સમસ્ત સાહિત્ય ચાર ભાગમાં જોવાય છે: (૧) ચરણ કરણાનુયોગ, (૨) દ્રવ્યાનુયોગ, (૩) ગણિતાનુયોગ, (૪) ધર્મકથાનુયોગ (ચરિતાનુયોગ) આ ચાર અનુયોગો પૈકી કથાનુયોગ સર્વ સાધારણ જન માટે ઉપદેશ દેવામાં બહુ જ ઉપયોગી છે. અલંકાર, ભાષા, છંદોની દષ્ટિએ જોઈએ તો લોકોને ધર્મ પમાડવા માટે ભાષા એ જ માધ્યમ છે. પ્રાકૃત, સંસ્કૃત કથા સાહિત્ય પરથી દેશી ભાષામાં અનેક કવિઓએ અનુવાદ રૂપે – સાર રૂપે ઘણી વાર્તાઓ લખી છે. ગુજરાતી સાહિત્યમાં પદ્યાત્મક લોકવાર્તાઓનું સાહિત્ય વિશાળ છે. અને એમાંનું મોટા ભાગનું સાહિત્ય જૈન સાધુઓને આભારી છે. સાહિત્ય સર્જનમાં ધર્મપ્રેરક અને પોષક પરિબળ હતું. ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યકારો ૧૯મી સદીમાં સંસ્કૃત સાહિત્યમાં કેટલાક ગ્રંથો રચાયા છે. વિ.સં. ૧૮૦૪માં આ. ઉદયસાગરસૂરિએ “સ્નાત્ર પંચાશિકા', સં. ૧૮૧૪માં રામવિજય ગણિએ ‘ગુણમાલા પ્રકરણ', સં. ૧૮૨૨માં ફતેન્દ્રસાગર ગણિએ ૧૩૯ શ્લોકમાં હોલીરજ પર્વકથાની રચના કરી છે. આ જ શતકમાં થયેલા તપાગચ્છના વિજયલક્ષ્મીસૂરિએ ‘ઉપદેશ પ્રાસાદ' નામનો ગ્રંથ ૩૬૦ વ્યાખ્યાનોમાં રચ્યો છે. પદ્મવિજયગણિએ ‘જયાનંદ ચરિત્રની સંસ્કૃત ગદ્યમાં રચના કરી છે. ખરતરગચ્છના ક્ષમા કલ્યાણ ઉપાધ્યાયે સં. ૧૮૨૯થી ૧૮૬૯ના સમયમાં અનેક ગ્રંથોના સાદી ભાષામાં વિવરણ કરેલ છે. ગૌતમીય કાવ્ય વ્યાખ્યા, ખરતર ગચ્છ પટ્ટાવલી’, ‘ચાતુર્માસિક હોલિકા, ‘આદિ દશ પર્વકથા' વગેરે અનેક ગ્રંથોની પણ રચના કરી છે. વળી ૨૪૮ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy