SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ મોંઘવારીને કારણે વધુમાં વધુ રૂ. ૨૦૦૦ થઈ ગયું હશે. ધોતી, ઝભ્ભો, ટોપ અને બંડી જ પહેરતા. પરંતુ કોઈ રૂઢિ ન હતી. સત્ય અને પ્રેમની એક ઝલક : ભાગીદારીના ધંધામાં ગડબડ થતી દેખાઈ એટલે છૂટા થઈ ગયા. આર્થિક તંગીએ તેમને ભીંસમાં મૂક્યા. નોકરી કરવા નીકળી પડ્યા. શેઠજીએ થોડા દિવસ બાદ કહ્યું કે બે નંબરનો હિસાબ પણ રાખવો પડશે. તેમણે ના પાડી અને પગાર ચારસો રૂપિયાથી અઢીસો રૂપિયા થઈ ગયો. આ સમય એવો હતો કે જ્યારે ડૉક્ટરની ફી પણ બાકી રહેતી. ભલે બાકી રહે તોપણ ઈમાનદારી સત્ય સૌથી પહેલું હોય. રાજકારણમાં સ્વાર્થનો પ્રવાહ જોઈને તેમણે રાજકારણનો સદંતર ત્યાગ કરી દીધો. મુંબઈ આવ્યા પછી સેવાનાં નવાં અનેક ક્ષેત્રો ખૂલ્યાં, જેમાં એક કામ આજીવન ચાલ્યું. એ હતું બહારથી આવતા વિદ્યાર્થીઓને મદદ કરવી. અજાણ્યા વિદ્યાર્થીઓની સાથે જઈ તેમને છાત્રાલયમાં દાખલ કરાવવા; સી.એ. કોર્સ માટે આર્ટિકલ તરીકે રખાવવા, તેમના માટે ડિપોઝિટ ભરવી, નોકરી અપાવવી વગેરે. તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનારા પણ નીવડ્યા. આ બાબતમાં એટલા ઉત્સાહી હતા કે કેટલાય લોકોને પોતાના નાના ઘરમાં લાવીને રાખ્યા. બે યુવકોના પિતા બનીને લગ્ન પણ કરાવ્યું. આ એમના અદ્ભુત આત્મવિશ્વાસ અને પત્નીના અનુપમ સાથને કારણે શક્ય હતું. વધારે સંપત્તિ ન હતી અને ૬ બાળકોનો પરિવાર હોવા છતાં આ બધું ચાલ્યા કર્યું. ૨૦૦૧માં એક યુવક દીપકભાઈને ઉપાશ્રયમાંથી લાવ્યા હતા. કેટલાય માસ ઘેર રાખ્યો. અને હીરાનું કામ શિખવાડવું, મૂડી આપી. પ્રેમ અને પ્રેરણા આપ્યાં. આજે તે સફળ વ્યાપારી અને આદર્શ ગૃહસ્થ છે. તેઓ કહેતા, માત્ર હોશિયાર વિદ્યાર્થીને જ મદદ કરો જેની ઇચ્છા પ્રબળ હોય તેને વિશેષ મદદ કરો. આગળ વધો અને અન્યને આગળ વધવાની પ્રેરણા આપો.” એ જ રૂપચંદજીનું સૂત્ર હતું. તેઓ પોતે પણ અપરિગ્રહી હતા. ગરીબોની હોસ્પિટલમાં જવાની શરૂઆત વ્યાપારમાં હતા ત્યારથી કરી દિીધેલી. એમણે ત્રણ હૉસ્પિટલોમાં અભિયાન શરૂ કર્યું – સેન્ટ જ્યોર્જ, જી.
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy