SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ વર્ષથી રોજ શ્રીમદ્ ભાગવદ્ ગીતા તથા આદ્ય શંકરાચાર્ય રચિત ભજગોવિંદમ્ વાંચતા. તેમની ભક્તિમાં પ્રેમ ઊભરાતો હતો – રૂઢિ જરા પણ નહીં. તે કહેતા કે શુદ્ધ હોય તો પણ લોકોથી વિરુદ્ધ હોય તે ન કરવું, ન આચરવું.' આટલા માટે આપણી પોતાની સમજ સાચી હોય તોપણ આવશ્યકતા ન હોય તો લોકોથી વિરુદ્ધ કામ ન કરવું. ધર્મ સગવડિયો ન થઈ જાય તેનું તે હંમેશા ધ્યાન રાખતા. આત્મશુદ્ધિ માટે તપની અનિવાર્યતા તેમને પૂર્ણ રૂપે પ્રાપ્ત હતી. તેમાં પણ સહજ અને અત્યંતર તપની. તપના તમામ પ્રકાર તેમણે અપનાવ્યા હતા. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ બધું તેમના જીવનમાં હતું. - રોજ ૪-૪.૩૦ વાગે ઊઠતા. ૧૨ વર્ષની ઉંમરથી જ આ નિયમ બનાવ્યો હતો. ૮૫ વર્ષની ઉંમર સુધી પૂર્ણ રીતે સ્વાવલંબી જીવન હતું. જાતે જ કપડાં ધોવાં, પથારી ઉપાડવી, પાણી ગરમ કરવું ઈત્યાદિ. ઘરમાં દીકરા, વહુઓ, નોકર બધાં જ હતાં. પણ સંભવતઃ કોઈને પણ કશું કામ કરવાનું કહેતા ન હતા. બહુ જ નાની ઉંમરથી ચૌદશનો ઉપવાસ, પ્રતિક્રમણ ઈત્યાદિ કરતા. લગભગ ૬૫ વર્ષ સુધી આ નિયમનું પાલન કર્યું. ૬૦૬૫ અઠ્ઠાઈઓ (આઠ દિવસના ઉપવાસ), ૧૧૨૫ નવપદજીના નવ દિવસના આયંબિલ તપ કર્યા. આયંબિલ દરમિયાન મંદિરમાં માત્ર ખમાસમણાં ઇત્યાદિ કરતા અને પૂજા ઘેર વાંચતા. ૮૯ વર્ષની ઉંમરે છેલ્લી અઠ્ઠાઈ કરી. તેઓ કહેતા, શક્તિ પ્રમાણે તપ કરવું જ જોઈએ. તેનાથી ઓછું કે વધારે પણ નહીં. શક્તિથી વધારે તપ કરવાથી અહંકાર અને મિથ્યાત્વનો ભાવ જાગે છે; ઓછું કરવાથી પ્રમાદ ઉપર વિજય પ્રાપ્ત થતો નથી.' પૂ. બાપુજીએ ૪૨ વર્ષ (૧૯૬૫ થી ૨૦૦૭) પત્ની રૂપકુંવરનો વિયોગ સહજ અને સમતાપૂર્વક સહન કર્યો. તેમનું જીવન ગાંધીજીથી પ્રેરિત હતું. ખાદી પહેરતા હતા. રૂમાલ, ટુવાલ, મોજાં બધું જ ખાદીભંડારમાંથી લાવતા હતા. જરૂરિયાતો ઓછામાં ઓછી રાખતા. ૪૦ વર્ષ પહેલાં વર્ષમાં રૂ. ૫૦ (પચાસ)ના સ્વખર્ચનું લક્ષ્ય હતું. 27
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy