SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતની ક્ષમા માગી તે આત્મવિજય તરફ વળ્યા. ભરત-બાહુબલિ રાજવિદ્રોહનું આ મુખ્ય કથાવસ્તુ છે. આ ત્રણેય નવલકથાઓનું કથાવસ્તુ નવું નથી, પરંતુ તે જ્યારે અહીં નવલકથાકારના શબ્દોમાં રજૂ થાય છે ત્યારે એના રૂપરંગ અનોખાં બની જાય છે. બાણ-મયૂર, ભવભૂતિ, કાલિદાસના સમયમાં રાજસભામાં કોઈ પુરાણકથાનું રસમય પારાયણ ચાલતું હોય, શ્રોતાઓ એ રસસરિતામાં તરબોળ બની ગયા હોય તેવો અનુભવ જયભિખુની કલમમાંથી નીકળતી આ કથા કરાવે છે. નવલકથાકાર જે રીતે અહીં એકએક પ્રસંગ વર્ણવે છે તેમતેમ એમાંથી એકએક સુરેખ ચિત્ર ખડું થાય છે. નવલકથામાં આદિયુગનું વર્ણન ગદ્યને પદ્યની કોટિએ પહોંચાડે છે. અને એને કારણે યુગલિક જીવનની આ સરસ રોમાંચક કથા આલેખનની સુંદર છટાથી નવલકથામાં ઘણે સ્થળે કાવ્યની અનુભૂતિ કરાવે છે. જેમ કે “ભગવાન ઋષભદેવના આરંભમાં લેખકે વસંતઋતુનું વર્ણન કંઈક આવી જ શૈલીમાં કર્યું છે. વસંત વનેવને હસી રહી હતી. ડુંગરોની તળેટીમાં સુંદર ઉપવન વસેલાં હતાં. ઉપવનોને બારે માસ લીલાછમ રાખતાં નાનાં નાનાં ઝરણાં આભઊંચા ડુંગર માથેથી રમતિયાળ કન્યાના ઝાંઝર જેવો ઝણકાર કરતા રહ્યા આવતા. અહીંના લીલોતરીથી છવાયેલાં ડુંગરોનાં શિખરો પર કોઈ મહાકવિનો કળામય મેઘ અલકાનગરી રચતો.” (પાના નં. ૪ ભગવાન ઋષભદેવ) આદિમ યુગમાં વસતા માનવીઓના આચારવિચાર, રહેણીકરણીને નાના નાના ગદ્યપદોમાં ચિત્રણ કરીને લેખક કંઈક આવી રીતે ઉપસાવે છે – હતી તો પૃથ્વી પણ સ્વર્ગ જેવી હતી. રંગબેરંગી પંખીઓ અહીં ગીત ગાતાં. વનવગડાનો વાયુ અહીં વેણુ બજાવતો. ભાતભાતના પતંગિયાં ફૂલગોટાને ચૂસતાં નિરંતર ઊડ્યા કરતાં. આકાશમાં આંધી નહોતી ને વાયુમાં તોફાન નહોતું. ઇષનો ઉગમ નહોતો.”પાના નં. ૫) “અહીંનો માનવી કવિતા નહોતો કરી જાણતો પણ કવિતાનું જીવન એ અવશ્ય જીવતો.” પાના નં. ૭ ભગવાન ઋષભદેવ) લેખક ઋષભદેવના પાત્ર દ્વારા માનવીને વિશ્વમાનવી બનાવવાનો સંદેશો કિંઈક આ રીતે આપે છે. “વિશ્વ માત્રનો માનવ એક છે' એ મારી ઘોષણા ઠેર ઠેર પ્રસરાવજો” પાના નં. ૭ ભગવાન ઋષભદેવ) આમ કથા અને પાત્રો જૂના છે પરંતુ લેખકની ભાવના તો અહીં તદ્દન નવી જ છે. ભગવાન ઋષભદેવના ચરિત્રમાંથી લેખકને પ્રેરણા મળી છે અર્વાચીન યુગને નવસંદેશ આપવાની. આ સંદેશ તે અરિના હંતાને હણવાનો. બાહ્ય અને આંતર બંને પ્રકારના શત્રુ સામે નિર્ભય બનાવવાનું લેખક સૂચવે છે. આદિયુગના માનવીને પ્રફુલ્લ અને નિર્ભયી બનાવે છે. અને નવલકથાના પ્રથમ ભાગના અંતમાં જગતને ૧૮૪ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy