SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન ઋષભદેવઃ ચક્રવર્તી ભરતદેવઃ ભરત-બાહુબલિ વર્તમાન ચોવીશીના આદિ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવ અને તેમના બે પુત્રો ચક્રવર્તી ભરત અને મહાબલી બાહુબલીના ચિરત્રને આલેખતી નવલત્રયી ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ”, “ભરત બાહુબલી (રાજવિદ્રોહ)’ લેખકની ઐતિહાસિક – પૌરાણિક નવલકથાઓમાં નોખી ભાત પાડતી નવલકથાઓ છે. ભગવાન ઋષભદેવ માત્ર જૈનોના જ નહીં પરંતુ સમગ્ર હિંદુઓના હૃદયસ્થ, પૂજનીય, વંદનીય રહ્યા છે. હિંદુસ્તાનના સીમાડા વટાવીને પણ તેમની પૂજા-અર્ચનાઉપાસના થતી આવી છે. તેમણે અસિ-મસિ-કૃષિ ભરતને આપેલી, બોંતેર કલાઓ બાહુબલીને શીખવેલી. ચોસઠ કલાઓ પુત્રી બ્રાહ્મીને જમણે હાથે શીખવેલી, ચૌદ લિપિ ડાબા હાથે સુંદરીને શીખવેલ. તેમને ગણિતશાસ્ત્રના આદ્ય ગુરુ તરીકે ઓળખાવી આદિ તીર્થંકર રૂપે પૂજ્યા છે. જ્યારે ઋગ્વેદમાં તેમને ‘કેશી’ અને ‘અર્હત’ કહ્યા છે. તો ભાગવત પુરાણમાં તેમને વિષ્ણુનો અવતાર અને શિવપુરાણમાં શિવનો અવતાર માનવામાં આવ્યા છે. - શ્વેતામ્બરી, દિગમ્બરી, અવધૂતપંથી કે વૈદિક એવા સાંપ્રદાયિક દૃષ્ટિને અનુલક્ષીને લખાયેલા શ્રી ઋષભદેવ, ભરત ચક્રવર્તી અને મહાબલી બાહુબલી વિશે વિવિધ રીતે આલેખાયેલા ચરિત્રો વાંચીને, એમાં દર્શાવાયેલા ચમત્કારો, મોટાઈના વર્ણનો વગેરેને ગાળી નાખીને લેખક શ્રી જ્યભિખ્ખુએ પ્રસ્તુત નવલત્રયીમાં શ્રી ઋષભદેવ અને તેમના પુત્રોનું જે ચિરત્ર ઉપસાવ્યું છે તેમાં કેન્દ્રસ્થાને છે શ્રી ઋષભદેવ દ્વારા રજૂ થયેલો માનવતાનો મહિમા. જૈન આગમગ્રંથોને આધારે રચાયેલી આ નવલત્રયીનું કથાવસ્તુ કંઈક આવું છે. સાતમા કુલકર નાભિરાયા અને મરુદેવા રાણીના પુત્ર શ્રી ઋષભદેવ. સર્વપ્રથમ રાજ્ય સંસ્થા અને લગ્નસંસ્થા શરૂ કરવાનો યશ શ્રી ઋષભદેવને ફાળે જાય છે. તેઓ સૌ પ્રથમ રાજા બન્યા. પ્રજાને અસિ-મસિ-કૃષિ અને કુંભાર કલા, લુહાર કલા, ચિત્રકલા, પાત્રોની કલા અને શિલ્પ કલાઓ શીખવી. અને એ રીતે સમાજ વ્યવસ્થાની શરૂઆત કરી. અને અંતે સર્વ પ્રકૃતિનું મૂળ ત્યાગ-ધર્મમાં છે એ બતાવવા તમામ રાજવૈભવ છોડી એ સંયમી બન્યા. શ્રી ઋષભદેવને સુમંગલા અને સુનંદા નામની બે પત્નીઓ હતી. સુમંગલાના બે સંતાનો ભરત અને બ્રાહ્મી અને સુનંદાના પ્રથમ યુગલ સંતાનોમાં બાહુબલી અને સુંદરી. સુનંદાએ બીજા ૯૮ પુત્રોને જન્મ આપ્યો. શ્રી ઋષભદેવે પોતાના ૧૦૦ પુત્રો અને બે પુત્રીઓને શિક્ષણ આપ્યું. સ્ત્રી શિક્ષણના મંડાણ શ્રી ઋષભદેવે કર્યાં. તેમણે આત્મકલ્યાણ અર્થે જ્યારે સંસારનો ત્યાગ કર્યો ત્યારે જ્યેષ્ઠપુત્ર ભરતને અયોધ્યાની ગાદી અને બાહુબલિને તક્ષશિલા (બહીલ)નું રાજ્ય આપ્યું. ભરતનું ચક્રવર્તી બનવું – સુંદરીનું સંયમ ગ્રહણ – ભરત બાહુબલિ વચ્ચે યુદ્ધ ભરતનો પરાજ્ય – બાહુબલિનો પશ્ચાત્તાપ અને યુદ્ધના વિજયને ભૂલી મોટાભાઈ જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ ↑ ૧૮૩ -
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy