SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આ પછી તેઓશ્રી મુનિ સંમેલનનાં માસિક મુખપત્ર જૈન સત્યપ્રકાશનાં સંપાદનમાં જોડાયા. તેર વર્ષ સુધી સંપાદન કાર્ય કર્યું. તે દરમિયાન તેઓને પૂ.આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. તેમ જ તેઓનાં શિષ્યોનો ગાઢ સંપર્ક થયો. સાથેસાથે શ્રી બેચરભાઈ શાહ અને ભાઈચંદભાઈ શાહ જેવા મિત્રો મળ્યા. એ પછી વિ.સં. ૨૦૦૦માં તેઓ માસિક સો રૂપિયાના પગારથી અમદાવાદ સીઝ ટ્રેડર્સ એસોસિએશન નામની વાયદાના વેપારની સંસ્થામાં જોડાયા. અહીં તેઓ પ્રમાણિકતા અને કાર્યનિષ્ઠાથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના વિશ્વાસપાત્ર બન્યા. આ સમય એમના માટે આર્થિક મુશ્કેલીનો હતો. છતાંય તેઓ સટ્ટાથી દૂર રહ્યા. અહીં ૧૪ વર્ષ અને બે મહિના સુધી પ્રમાણિકતાથી કામ કર્યું. પોતે જે કામ કરતા તેનું જે મહેનતાણું મળતું તે પોતાના કામ કરતાં જો વધારે લાગે તો પગાર ઓછો કરવા માટે સંસ્થાને અરજી કરતા અને તે રીતે જે તે સંસ્થા પ્રત્યેનું પોતાનું ઋણ ચુકવતાં. જ્ઞાનોદય ટ્રસ્ટમાં, મહાવીર જૈન વિદ્યાલયમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં તેમણે આ રીતે પગાર ઓછો લેવાનું સ્વીકાર્યું હતું. વિ.સં. ૨૦૦૩માં ભાવનગરમાં સુપ્રસિદ્ધ લેખક શ્રી સુશીલના સંપર્કમાં આવ્યા. શ્રી સુશીલ સુપ્રસિદ્ધ જૈન' સાપ્તાહિકમાં લેખો લખતા. પણ તેમની નાદુરસ્ત તબિયત અને હાથના દુખાવાને લીધે લખી શકતા નહોતા. તેઓ ચિંતામાં હતા કે જૈનના લેખોનું શું થશે ? શ્રી રતિભાઈએ અગ્રલેખો લખવાનું કામ સંભાળ્યું. એમાંથી એમને સાચા જૈનને છાજે તેવા જ્ઞાન-દર્શન-ચરિત્ર ચકાસવાની, સમજવાની ચાવી મળી. એને લીધે એક બાજુ જૈન ધર્મ તથા સાહિત્યનાં અધ્યયનની આદત પડી. સાથેસાથે નિર્ભય સમતોલ સત્યકથન, વસ્તૃત્વ અને લેખનમાંથી પત્રકારત્વનો પ્રારંભ થયો. વર્ષોપર્ધત તંત્રીલેખ લખ્યા. રજૂઆતની કુનેહ વિચારોની સ્પષ્ટતાથી એ લેખો એટલા સરસ રહેતા કે સૌને વાંચ્યા વિના ન ચાલે. તે લેખોની પ્રાસંગિકતા, વિવિધતા અને ઘટનાના હાર્દ સુધી પહોંચવાની તીક્ષ્ણ દૃષ્ટિ ઉલ્લેખનીય છે. શિવપુરીમાંથી જે ઉત્તમ પામ્યા, તેને અનેકગણું ઉત્તમોત્તમ બનાવીને સૌ સુધી પહોંચાડ્યું. શ્રી રતિભાઈની દૃષ્ટિ પરિશ્રમકારક સંશોધનથી સત્ય શોધવા તરફ રહી તેથી તેમની ગુણગ્રાહી અને રસગ્રાહી દૃષ્ટિ પ્રાચીન સાહિત્ય અને સમકાલીન જીવન પર ફરી વળી અને તેમાંથી જન્મ્યા એમના આગવા સાચુકલા ઝગમગતા હીરા જેવા કથારનો અને “ગુરુ ગૌતમ સ્વામી’ જેવું પુસ્તકરત્ન. તેમની નખશિખ પ્રમાણિકતા તથા નિર્મળ પ્રજ્ઞાને લીધે તેઓ સમકાલીન શ્રમણ પરંપરાની સમાલોચના કરી શક્યા અને તેમાંથી જ ઉદારચિત સાધુ-સાધ્વી પ્રત્યે વાત્સલ્ય અને ભક્તિ જન્મ્યા. અને જૈન સાહિત્યના સદ્ભાગ્યે પૂજ્ય ધર્મસૂરીશ્વરજી જેવા રત્નપારખુ ૧૭૦ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy