SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાકુરથી પ્રભાવિત. જૈન ઇતિહાસના વાંચનથી અનેક ઐતિહાસિક નવલકથાઓના સર્જનની પ્રેરણા. હિંદીમાં દેવકીનંદન ખત્રીને વાંચતા-વાંચતા ડિટેક્ટીવ વાર્તાઓ લખવાની પણ પ્રેરણા. જૈન ધર્મની ઊંડી શ્રદ્ધા તથા જૈન અને વૈદિક ધર્મનો તેમનો ઊંડો અભ્યાસ હતો. ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, નરસિંહરાવ દિવેટીયા, ૨. વ. દેસાઈ વગેરે તેમના સમકાલીન લેખકો હતા. પરંતુ મો. ચુ. ધામી માટે કદાચ એ એક વિક્રમ હશે કે ગુજરાતી ભાષામાં તેમના જેટલા વિવિધ વિષયો ૫૨ અને તેમણે જેટલું લખ્યું છે એટલું કોઈએ લખ્યું નહિ હોય. માથે નગારા વાગતા હોય તોય જેને લખવામાં તકલીફ ન પડે અને શાંતિથી સ્થિર રીતે વહેતા ગંગાના પ્રવાહ જેવી જેની કલમ સરસરાટ ચાલી જાય, જૈન સાધુ થતાં થતાં સ્હેજમાં રહી જવાનું દુઃખ જેને જિંદગીભર સાલ્યું અને પરિણામરૂપે દૂધપાક ન ખાવાની પ્રતિજ્ઞા આજીવન નિભાવી, તો વળી રાતના આઠથી માંડીને શેતરંજની ૨મત એક જ આસને બેસીને જે સવારના આઠ સુધી ખેલી શકે તેવા ખેલાડી, જૈન સાહિત્યના પ્રતિભાસંપન્ન, પ્રખર લેખક, બાહોશ વૈદ, કવિ એવા શ્રી ધામીજીના અદ્ભુત સર્જન નવલકથાઓની એક યાદી ઉપર નજર કરીએ. વૈદ મોહનલાલ ચુનીલાલ ધામી રચિત પુસ્તકોની યાદી ચિત્રમંદિર અર્પણા ભારતગાન બકુરાણી પાંચાળનો એક વીરલો મિલન આત્મવિનોદ ડાયરો મહાયાત્રા અમર બલિદાન લોહીના લેખ લોખંડી પંજો પ્રલયમૂર્તિ કાળનો ચક્કી પરિચારિકા રાજરાણી પ્રલયબંસરી અનુરાગ માનસિક વ્યભિચાર અધિકાર ભણેલી વહુ અસ્વીકાર પાષાણ શ્રીમતી રૉય સાડા આઠ ખૂન સંતમહંત એમાં શું? સ્તવન મંજરી જીવન સંસ્કૃતિ નરપિશાચ જીવન જાગરણ મુક્તપંખી મમતા ગૃહત્યાગ ટપાલપેટી રાસકટોરી ૧૫૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy