________________
અભ્યાસઃ સાત ગુજરાતી સુધીનો જ અભ્યાસ. પરંતુ વાંચનનો અનહદ શોખ નાનપણથી જ. પિતા ૯-૧૦ વર્ષની વયે જ દેહાવસાન પામતા, અભ્યાસ ન થયો. પરંતુ પાટણની વિદ્યાભારતી નામની સંસ્થામાં જૈનદર્શન અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વૈદ્યરાજ શ્રી કાલિદાસભાઈ પોપટભાઈ શાસ્ત્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી વૈદકનો ચાર વર્ષનો કોર્સ બે વર્ષમાં પૂર્ણ કર્યો. પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ એમના ગુરુજી હતા.
વિશેષતાઃ સાહિત્યના બધા જ ક્ષેત્રોનું ખેડાણ કરેલું છે. બાલસાહિત્ય, પ્રવાસકથા, નિબંધ, જીવનચરિત્ર, વાર્તા, ધર્મ, ઇતિહાસ, કામશાસ્ત્ર, લોથા, લોકગીતો, ચારણીગીતો, ચિત્રપટ, પત્રકારત્વ. વળી ગુજરાતી, અંગ્રેજી, હિંદી, બંગાળી, વ્રજ, સંસ્કૃત. પ્રાકૃત, ઉર્દૂ અને મરાઠી આ બધી ભાષાઓ ૫૨ પ્રભુત્વ. કારકિર્દી પ્રાવીણ્ય ઃ સિદ્ધહસ્ત નવલકથાકાર, ઉત્કૃષ્ટ ગજાના લેખક, ૧૭૦ કથાના સર્જક.
*
*
ગાતા.
એક શીઘ્ર કવિ, લગભગ ૨૦૦ કાવ્યોના રચયિતા, ઉત્કૃષ્ટ, જોશીલા ગાયક. આઝાદીના રંગે રંગાઈને સત્યાગ્રહ ભોગવી ચૂક્યા છે. મહારાષ્ટ્રનાં ગામડાઓમાં આઝાદીની ચળવળના પ્રચારની જવાબદારી લીધેલી. આઝાદીની લડતમાં દેશદાઝ ભરેલા ઉત્તમ વક્તા પુરવાર થયેલા. વૈદક ક્ષેત્રે આયુર્વેદભૂષણ અને આયુર્વેદશાસ્ત્રી જેવી શ્રેષ્ઠતમ પદવીઓ પામવા છતાં દર્દી તપાસની ફી ક્યારેય લીધી નથી. પૈસા આપે તો ભલે. ગરીબોને ઔષધ પણ મત આપતા. આમ એક વિરલ અને સાત્ત્વિક વૈદ્ય, પ્રભુ ધનવંતરિના આદેશ અને સિદ્ધાંતના નિષ્કામ અનુગામી. લોકસાહિત્યકારઃ દૂહા-છંદ-ભજન-સ્તવન ખૂબ સુંદર રીતે પહાડી અવાજે
નાટ્યલેખકઃ (૧) ભક્ત પુંડરિક, (૨) સંસ્કારલક્ષ્મી, (૩) રાણકદેવી. આ ત્રણ નાટક લખેલા જે ભજવાતા ત્રણેય નાટક ખૂબ સફળ થયેલ.
(૧) વરઘેલી (૨) ભણેલી વહુ એ બે ગુજરાતી ચિત્રપટના ગીત-કથાપટકથા-સંવાદ વગેરેના લેખક.
શાસ્ત્રીય સંગીતની તાલીમ માકુભાઈ શાસ્ત્રી પાસે લીધેલી.
જયહિંદમાં વર્ષો સુધી અગ્રલેખ લખવાની જવાબદારી અદા કરેલ. તંત્રી તરીકે પણ સફ્ળતાપૂર્વક કાર્ય કરેલ.
ધામીજીની ‘રૂપકોશા’ નવલકથા મહારાષ્ટ્રની યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે ચાલે છે. જેનું અંગ્રેજી અને હિંદીમાં ભાષાંતર પણ થયું છે.
પોષાકઃ ગાંધીજીના પ્રભાવથી ખાદીનો ભગવો ઝભ્ભો અને ધોતિયું પહેરતા. વિશેષઃ બંગાળી લેખકોમાં તેઓ સૌરિન્દ્રમોહન મુખોપાધ્યાય અને રવીન્દ્રનાથ સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી - ૧૪૯