SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રુતસંપદાને સમૃદ્ધ કરનાર 1 ક્રાંતદષ્ટા મુનિશ્રી સંતબાલજી - ૫ ગુણવંત બરવાળિયા સિી .એ. સુધી અભ્યાસ કર્યા પછી ટેક્ષ. ઇન્ડ.માં પ્રવૃત છે. મુંબઈની કેટલીક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ ગુણવંતભાઈએ પચાસથી વધુ પુસ્તકોનું સર્જન-સંપાદન કર્યું છે અને જ્ઞાનસત્રોનું આયોજન કરે છે. –સં.) વિશ્વની અનેક સંસ્કૃતિ અને દાર્શનિક પરંપરાઓનું પિયરઘર ભારત છે એમ જ્ઞાની પુરુષોનું કથન છે, એવા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર એ સંતો અને વીરપુરુષોની ભૂમિ છે. મહાત્મા ગાંધીજી જેવા રાષ્ટ્રભક્ત શ્રીમદ્ રાજચંદ્ર અને દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિ આ ધરાની દેન છે. એવા સૌરાષ્ટ્રના મોરબી તાલુકામાં આવેલા ટોળા નામના નાનકડા ગામમાં ૨૬-૮-૧૯૦૪ના રોજ સંતબાલજીનો જન્મ થયો હતો. પિતા નાગજીભાઈ દેવજીભાઈને ત્યાં માતા મોતીબહેનની કૂખે અવતરેલા આ બાળકનું નામ શિવલાલ રાખવામાં આવ્યું અને તેમની નાની બહેનનું નામ મણિબહેન હતું. પિતાની નાની દુકાનથી પૂરતી કમાણી નહોતી તેથી રાજકોટ ગયા. ત્યાં ન ફાવતા ફરી ટોળ આવ્યા. ઘરખર્ચાને પહોંચી વળવા ખૂબ મહેનત કરવી પડતી. અતિ શ્રમથી માંદગી આવીને ખૂબ જ નાની વયે શિવલાલે પિતાનું છત્ર ગુમાવ્યું. યેળમાં શિક્ષણની સુવિધા ન હોવાથી બે માઈલ દૂર અરણી ટીંબા ગામે બે ગુજરાતીનો અભ્યાસ કર્યો અને પછી મોસાળ બાલંભામાં સાત ગુજરાતી ભણ્યા ને થોડું અંગ્રેજી શીખ્યા પછી મામા સાથે મુંબઈ ગયા. પહેલા કપડાના વેપારીને ત્યાં અને પછી પારસીને ત્યાં નોકરી કરી. શિવલાલને મુંબઈનું દેશભક્તિના આંદોલનનું વાતાવરણ સ્પર્શવા લાગ્યું અને ખાદી પહેરવાની શરૂઆત કરી. રાજસ્થાનથી પધારેલ સૌભાગ્યમલજી મહારાજથી પ્રભાવિત થયા. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધ્યો. તેમની પાસે દીક્ષિત થવાના ભાવ જાગ્યા. પછી નાનચંદ્રજી મહારાજના વિશેષ પ્રભાવ હેઠળ આવ્યા. ટોળમાં શિવલાલના માતા મોતીબાએ ઇમામ સાહેબની આગાહીથી ગભરાઈને શિવલાલની સગાઈ કરી. દેશમાં આવી શિવલાલે મણિબહેનના લગ્નનું કાર્ય પૂર્ણ કરી કુટુંબની ફરજ પૂર્ણ કરી. મોતીબાની તબિયત નાદુરસ્ત હતી. પેટના વ્યાધિના ૧૪૦ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy