SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ કેદ કરીને, સાડી પહેરાવીને અને કાજળ લગાડીને તેજપાળ લઈ આવ્યો. આવો કદાવર અને બિહામણો ઘુઘલરાજ શરમના માર્યાં જીભ કરડીને કાષ્ઠપિંજરમાં જ દેહત્યાગ કરે છે. આવી અનેક ઘટનાની ઝવેરચંદ મેઘાણીએ ઐતિહાસિક રીતે મુલવણી કરી છે. તો તેજપાળનું પણ ખૂબ સુંદર ચિત્રણ રજૂ કર્યું છે. એક યોદ્ધા તરીકે તેજપાળનો ગુસ્સો, અનુપમાદેવીની અવહેલના કરતા તેજ્વાળ અને તે જ તેજપાળ જ્યારે અનુપમાદેવી મૃત્યુ પામે છે ત્યારે ઘર આક્રંદથી ભરી દે છે. અનુપમાદેવીની ધાર્મિકતા, ઉદારતા, રાજનીતિમાં કુશળતા, કોઈને અન્યાય ન થાય તેવી ભાવના, પોતાની ધાર્મિકતાથી તેજપાળને તકલીફ થતી જાણી તેના માટે બીજી પત્ની લઈ આવવાની ઉદાર ભાવના, નાની વ્યક્તિનું પણ ધ્યાન રાખે અને કુટુંબ વાત્સલ્યથી છલોછલ એવા અનોપમા દેવીનું નામ અમર થઈ જાય તેવું તેનું ચિત્રણ કર્યું છે. સાહિત્ય વિશે તેમની વિભાવના વ્યક્ત કરતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે ધ્યેય અને સાધ્ય જીવન છે. જ્યારે સાહિત્ય માત્ર સાધન છે. આ સાધનની શુદ્ધિ સચવાય તો જ સાધ્ય મળી શકે. મેઘાણીનાં લખાણોમાંથી એક તારણ એ જડે કે પ્રચારલક્ષી કે ધ્યેયલક્ષી' સાહિત્ય તેમને સ્વીકાર્ય નથી. તેમની દૃષ્ટિમાં માત્ર વાચકો જ નથી પરંતુ લેખકો પણ છે. વાચકોને પોતાની રસવૃત્તિ કેળવવાનો માર્ગ બતાવતા મેઘાણી કહે છે કે લાગણીતંત્રને ઉશ્કેરી ઝણઝણાવી મૂકનાર પુસ્તક ચાહે ગમે તેવું સારું હોય, છતાં પહેલા દરજ્જે ત્યાજ્ય ગણજો.’ તમે જેનું વાંચન કરો તેનાં ઊર્મિ સંવેદનનો સ્થિર દીપક તમારા દિલમાં બળ્યા કરે, એ દીપકની જ્યોત ભડક ભડક ન થાય તે સ્થિતિ સાચા વાચનરસની છે. ઝવેરચંદ મેઘાણીની એ વિશેષતા છે કે એમણે સામાન્ય માણસમાં – એક સામાન્ય ગૃહિણીમાં પણ રહેલ ઉચ્ચ માનવતાનાં દર્શન કર્યાં છે. દરેક મનુષ્ય જગતની દૃષ્ટિએ કદાચ મહાન ન પણ હોય તે પોતાના નૈતિક જીવનમાં ઉન્નતિ મેળવીને સાચી મહત્તા પ્રાપ્ત કરી શકે છે. ઝવેરચંદ મેઘાણી માનવતાના શોધક અને આલેખક છે. સમાજ ચિત્રણમાં એમની વાસ્તવપ્રિયતા પર તેમની પકડ અસાધારણ છે. આબેહૂબ ચિત્રો ખડા કરવાની ઝવેરચંદ મેઘાણીની શક્તિ વિશે બે મત નથી. ધીરજલાલ ધનજીભાઈ શાહ કહેતા કે, મેઘાણીએ કરેલ વર્ણનમાં ક્યાંય એક કાંકરી પણ ખરેલી નહીં લાગે. તેમની તળપદી સૃષ્ટિના અવલોકનમાં એક તાજગી અને સમૃદ્ધિ લાગે છે. સોરઠનાં લોકવાણીનાં વિશિષ્ટ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો અને બોલચાલનો લહેકો નવલકથાને રસમય બનાવે છે. વસ્તુપાળ – તેજપાળનાં રાસમાંથી અવતરણઃ જૈન સાહિત્ય સંશોધક’ ત્રૈમાસિકનાં સં. ૧૯૮૩નાં અંક પહેલામાં આવેલ મહામાત્ય વસ્તુપાળ-તેજપાળનાં બે રાસ' નામે લેખમાંનાં સંપૂર્ણ રાસમાંથી લીધેલ ૧૩૮ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy