SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે આસરાજ અને કુંઅરબાઈને મેળાપ કરાવવા માટે પ્રયત્ન કર્યા. તેમનાં લગ્ન પછી સાધુ હરિભદ્રસૂરિની વાણીને સાચી ઠરાવતા કુંઅરબાઈ અગિયાર સંતાનોની માતા બને છે. જેમાંથી વસ્તુપાલ અને તેજપાળે ગુજરાતના ઇતિહાસમાં તેમનું નામ રોશન કર્યું. પાટણ વિદ્યા શીખવા જતા આ બાળકોને ધોળકાનો રાણા લવણપ્રસાદ મળે છે, જેને વાણિયાઓ માટે કંઈક તિરસ્કાર છે. અને છોકરાઓને કટુ વચન સંભળાવતા વ્યંગમાં બોલે છે કે, તમે ભણવા જાવ છો, ત્યાં જઈને બાયડીને મૃગાક્ષી કહેવાય કે મીનાક્ષી કહેવાય એવું વાદ કરતાં બરાબર શીખજો. અને ઉપાલંભ ભરી દષ્ટિથી કહ્યું કે મીનાક્ષીઓ અને મૃગલાક્ષી જ્યારે મૃગલાને માછલાંની માફક લૂંટાતી હોય, ફસાતી, તરફડતી હોય ત્યારે તેની રક્ષા કેવી રીતે કરવી, તેનું ભણતર તો તમારા ધરમમાં છે જ નહીં. નાહકની હિંસા થઈ બેસે. સાચું ભણતર તો અપાસરામાં ગોરજીની સામે ઊઠબેસ કેટલી કરવી અને પારસનાથની પ્રતિમાને કેસરનાં કેટલા ચાંદલા ચોડવા એ જ છે. વળી, કટાક્ષમાં હસતા કહ્યું કે, મોટા થઈને જાતિઓને સાધી ગુજરાતનો જે રાજા હોય તેને શ્રાવકડો બનાવી દેજો અને પછી લીલાલહેર કરજો. ઉપરના પ્રસંગને ઝવેરચંદ મેઘાણીએ ખૂબ બહેલાવીને લખ્યો છે કે એક વખત તો એમ થઈ જાય કે કદાચ લવણપ્રસાદની વાત સાચી છે. આમાં અન્યધર્મી લોકોનો જૈનધર્મી લોકો પ્રત્યે થોડો ઉપાલંભ, તિરસ્કાર દેખાઈ આવે છે. જૈનધર્મી દંભી છે તેવું પણ કદાચ લોકો માનતા હશે તેવું આ પ્રસંગથી દેખાઈ આવે છે. લવણપ્રસાદનાં કટુ વચનો મેઘાણીએ ટાંકતા વધુમાં લખ્યું છે કે પટ્ટાબાજી, સમશેરવિદ્યા નહીં કરો તો ચાલશે, પણ વ્યાકરણમાં પાવરધા બનશો તો રાજપા મળશે દેવગિરિનો જાદવ સિંઘણ તમને રાજકવિનો મોડ બાંધશે. આવા કટુવચનો સાંભળીને ત્રણેય છોકરાઓને પગથી માથા સુધી ઝાળ લાગે છે અને જાણે એવું લાગે કે એ જ વખતે તેમનામાં ક્રાંતિકારી બીજ રોપાયા હશે. ગુરુ કુમારદેવની શિક્ષા: સાઠ વર્ષનાં શૈવપંથી ગુરુ કુમારદેવ પાસે વસ્તિગ અને તેજિગ સંસ્કૃત કાવ્ય, વ્યાકરણ, રાજનીતિશાસ્ત્ર અને જીવનના પાઠ શીખ્યા. જ્યારે મોટો બંધુ લુણિગ અભ્યાસમાં કંઈક અશક્ત હતો, તેણે અભ્યાસની આશા છોડી દીધી હતી, પરંતુ તેને શિલ્પ અને સ્થાપત્યમાં અત્યંત રુચિ હતી. જ્યારથી આબુ પર્વત પર વિમલ વસહીનું જિનમંદિર જોયું હતું ત્યારથી તેને જિન પ્રતિમા બનાવવાના અત્યંત શુભ મનોરથ થયા કરતા હતા. ગુરુ કુમારદેવ વસ્તિગ અને તેજિગને આશીર્વાદ આપતા કહેતા કે, તમે સમભાવી બનો ને કોઈક દિવસ ભવિષ્યમાં ગુજરાતની ભૂમિને આ ધાર્મિક વૈરવૃત્તિમાંથી બહાર કાઢો. સર્વ નદીઓ એક જ સાગરમાં ઠલવાય છે તેવી જ ૧૩૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy