SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ આધારિત છે. તેજપાળને અનુપમા ઉપરાંત સુહડા નામે બીજી પત્ની હતી, એવું ‘આબુ’ નામના ગ્રંથના બીજા ભાગમાં તેના કર્તા મુનિશ્રી જયંતવિજયજીએ આપેલ પ્રાચીન લેખો, પ્રશસ્તિઓમાંથી તેમણે લીધું છે. ‘ગુજરાતનો ય’ નવલકથાની ઝલકઃ મંઝિલપુર (આજનું માંડલ)ના તળાવના કિનારે ત્રણ છોકરા અને ત્રણ છોકરી સાથે ચાલીસેક વર્ષની ઉંમરની બાઈ ઊભી હતી. જેણે રાતી સાડી પહેરી હતી. હાથમાં ચૂડો નહોતો. પહેરવેશ વિધવા જેવો પરંતુ મોં પર તેજ ઝગારા મારતું હતું. તેની આંખોમાં ધાર્મિક શાંતિ અને ઉંમરની પૂરેપૂરી પચાવેલી વેદનાભરી સ્વસ્થતા હતી. તેમણે તેમના ત્રણેય પુત્રોને નવકારમંત્ર, શાંતિપાઠ અને મંગળસ્તોત્ર સંભળાવીને શૈવપંથી ગુરુ કુમારદેવ પાસે પાટણ મોકલ્યા. ત્રણેય પુત્રોનાં નામ વસ્તિગ, તેજિગ અને સૌથી મોટો ભાઈ લુણિગ હતા. જેને આજે આપણે વસ્તુપાળ અને તેજપાળ તરીકે ઓળખીએ છીએ. લુણિગ હંમેશાં માંદો રહેતો અને તેનું નાની ઉંમરમાં અવસાન થયું હતું. ત્રણેય પુત્રીઓનાં નામ વયજૂકા, સોહગા અને ધનદેવી હતું. આ સંતાનોની વૈધવ્યવતી માતા એટલે તે કુંઅરબાઈ. ગામના લોકો કુંઅરબાઈનાં વખાણ કરતા થાકતા નહોતા. લોકો કહેતા કે અમારા ગામમાં ડાહ્યું માણસ તે આ કુંઅર શેઠાણી. તેમને પેટ અવતાર લેવા જોગ જોગમાયા છે. તેમના પતિ તે આસરાજ શેઠ. અરબાઈના વિવેચનમાં ઝવેરચંદ મેઘાણીને તેમના પ્રત્યેનો અહોભાવ દેખાઈ આવે છે. તેમનું શબ્દચિત્ર આપતાં તેઓ લખે છે કે, કુંઅરબાઈને ભગવાન નવો હશે ત્યારે ઘડી હશે. એવી ગોરી, નમણી, હીરામોતીથી શોભતી, આનંદનો અવતાર અને રૂપનો ભંડાર. બારમે વર્ષે પરણીને બે જ મહિનામાં વૈધવ્ય આવ્યું. વૈધવ્ય આવતા તે ધરમમાં ઊતરી ગયા. એ તેર-ચૌદ વર્ષની દીકરી ભલભલા સૂરિઓને ય ભૂ પાઈ દે તેવી ચર્ચા કરે, શાસ્ત્રો તો કડકડાટ મોંઢે બોલે. આંબેલ – ઉપવાસ – પૂજા – પ્રતિક્રમણ આ બધું રોજનું થઈ ગયું. સાધુઓને પણ થાય કે હવે કુંઅર ક્યારે દીક્ષા લે. સોમમંત્રી જે મહારાજ સિદ્ધરાજના કારભારી હતા. તેમનો પુત્ર એટલે આસરાજ, જે અરબાઈના પિતા આભૂશેઠને ત્યાં વાણોતર તરીકે રહેતા હતા. આ આસરાજે એક રાતે વિધવા કુંઅરબાઈનું અપહરણ કર્યું, કારણ કે મહારાજ હરિભદ્રસૂરિએ કહ્યું હતું કે કુંઅરબાઈ વૈધવ્ય નહીં ભોગવે. કુંઅરબાઈ ચાલતા હતા ત્યારે તેમણે સામુદ્રિક ચિહ્નો જોયા હતા. સૂરિજીએ કહ્યું કે તેઓ વૈધવ્ય ભોગવવા માટે નહીં પરંતુ તે તો રત્નોની જનેતા બનવા સર્જાયાં છે. સંસારનો ત્યાગ કરનાર સાધુ ભવિષ્ય જોઈ શકતા હતા અને તેને યથાર્થ ઠેરવવા માટે શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત ‘ગુજરાતનો જય’ + ૧૩૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy