SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ હતો, પરંતુ ઈ. સ. ૧૯૪૯થી ૧૯૫૩ના પાંચ વર્ષના ગાળામાં થયેલા ઉત્તમ સર્જન લેખે આત્મકથા “જીવનપંથ' માટે નર્મદ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે એમનો ષષ્ટિપૂર્તિ સમારંભ યોજ્યો હતો. તેમ જ રશિયા જવા માટે ઈ. સ. ૧૯૫૮માં મળેલા આમંત્રણનો સવિનય સાથે અસ્વીકાર કર્યો હતો. તેઓ મોટા ભાગનો સમય વાચન અને લેખનપ્રવૃત્તિમાં જ વિતાવતા હતા. સાહિત્ય સર્જનઃ અર્વાચીન ગુજરાતના એક સુકીર્તિત લેખક શ્રી ધૂમકેતુએ ગદ્ય સાહિત્યનાં ઘણાં સ્વરૂપો પ્રગટ કર્યા છે. ટૂંકી વાર્તા, નવલકથા, નાટકો, આત્મકથા, પ્રવાસજીવન, જીવનકથા તેમ જ સાહિત્ય વિશે મંતવ્યો રજૂ કરતા નિબંધો, બાળકો અને પ્રૌઢો માટેની સંખ્યાબંધ રચનાઓ ધૂમકેતુની બહુમુખી પ્રતિભાનો નિર્દેશ કરે છે. લગભગ એમની કૃતિઓ ગાંધીયુગના સમય દરમિયાન જ રચાઈ તથા પ્રગટ થઈ. દેશની આઝાદી પ્રાપ્ત થયા પછીના સમયમાં ઘણા પ્રમાણમાં લેખો લખ્યા હતા. ટૂંકી વાર્તા ધૂમકેતુની ટૂંકી વાર્તાની કૃતિઓમાં તણખા મંડળ ૧-૨-૩-૪, આકાશ દીપ, અનામિકા, વનવેણુ, મંગલદીપ, નિકુંજ, વસંતકુંજ, સાંધ્યરંગ, સાંધ્યતેજ વગેરે જેવી અનેક કૃતિઓ છે કે જેમાં એમની નૈસર્ગિક દૃષ્ટિની ઝાંખી થતી હોય. એમણે ટૂંકી વાર્તાના ફલકને વિષયની દૃષ્ટિએ અપૂર્વ વિશાળતા અર્પ. પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન કાળને સ્પર્શતી અને ક્યારેક તો ભાવિ જગતમાં ડોકિયું કરવા મથતી ટૂંકી વાર્તાઓ રચી ગુજરાતના નાના ગામડાંઓથી માંડીને હિમાલયની ગોદ સુધીની વૈવિધ્યસભર પશ્ચાદ્ભૂમિકાઓ વાળી વાર્તાઓ ધૂમકેતુએ રચી છે. ગુજરાતી ટૂંકી વાર્તાની કેડીને રાજમાર્ગનું સ્વરૂપ આપવાનું મહત્ત્વનું કાર્ય બજાવનાર સર્જકોમાં ધૂમકેતુ મોખરાનું સ્થાન ધરાવે છે. માત્ર આંતરસામગ્રીની દષ્ટિએ નહિ, અભિવ્યક્તિની દૃષ્ટિએ પણ ધૂમકેતુએ એમના એ સમયમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એ રીતે ટૂંકી વાર્તાના સ્વરૂપનું હાર્દ પામી જઈને વાર્તાનું સર્જન કરનાર આપણા પહેલા સર્જક ધૂમકેતુ હતા. ભાષાના નિહિત સૌંદર્ય અને શક્તિને અનાચ્છાદિત કરવાનું સાહિત્યકારનું જો એક કર્તવ્ય હોય તો ધૂમકેતુએ એને રૂડી પેરે બનાવ્યું છે. વળી ધૂમકેતુએ એમના કાળમાં ગુજરાતી વાર્તા સાહિત્યની ભાષા સમૃદ્ધિની ક્ષિતિજોને વિસ્તૃત કરવાનો પ્રયાસ આરંભ્યો હતો. ગુજરાતી ભાષાના કાંઠાને મજબૂત બનાવ્યું. ગુજરાતી ભાષાની ગુંજાશ એમણે ધારી આપી. તેમ જ વાર્તા કહેવાની એમની પાસે નૈસર્ગિક છટા હતી. વાર્તા જાણે પ્રત્યક્ષ કહી સંભળાવવી ન હોય એવો રણકાર એમાંથી જાગતો. આમ ટૂંકી વાર્તામાં પ્રસંગોના મધ્યપ્રવાહમાં વાચકોને સીધેસીધા જ મૂકી દેતી શરૂઆત કઈ રીતે કરવી, વાર્તાને મધ્યભાગમાં કઈ રીતે બહેલાવવી અને ધૂમકેતુ કૃત 'હેમચંદ્રાચાર્ય + ૧૧૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy