SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂમકેતુ કૃત “હેમચંદ્રાચાર્ય – જ મીના ધારશી શ્રીમતી મીનાબહેન ધાર્મિક રુચિની સાથેસાથે સાહિત્યનો અભ્યાસ કરવાની દૃષ્ટિ પણ ધરાવે છે, તેનો ખ્યાલ પ્રસ્તુત લેખમાંથી આવે છે. – સં.] ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી જે ધૂમકેતુના નામથી ઓળખાય છે, એમનો જન્મ તારીખ ૧૨-૧૨-૧૮૯૨ના શુભ દિવસે, સૌરાષ્ટ્રના નાનકડા વીરપુર નામના ગામમાં થયો હતો. ધૂમકેતુના શૈશવકાળ દરમિયાન વીરપુર આર્યસમાજના એક અભેદ્ય કિલ્લારૂપ હતું, પરંતુ ધૂમકેતુ માટે વીરપુર ગામ સંસ્કારતીર્થ બનીને રહ્યું. ધૂમકેતુને એમના બાળપણ તથા યુવાનીમાં સમાજના સામાન્ય અને પછાત ગણાતા સ્તરની અનેક વ્યક્તિઓનો સંપર્ક થયો હતો. બાળપણની અવસ્થાથી જ એમને વાંચનનો ભારે શોખ હતો. ઝવેરચંદ મેઘાણીએ ‘નર્મદના વીરોએ સીંચેલું શિશુહૃદય’ એવા ઉચિત શીર્ષક થકી નર્મગદ્યના ઇતિહાસ વિભાગના વાચને ધૂમકેતુમાં પ્રેરેલા પ્રભાવને વર્ણવ્યો છે. તેઓ બાળપણથી જ ઇતિહાસ અંગેના પુસ્તકો વાંચવાની વિશેષ રુચિ ધરાવતા હતા. ગુજરાતી સાહિત્યમાંનું કોઈ પુસ્તક એવું રહ્યું નહિ હોય કે જે તેમણે વાંચ્યું ના હોય. જીવરામ જોશી પાસે સાંભળેલી વાર્તાઓએ ધૂમકેતુના બાળકપણામાં જ સુપ્ત સર્જનશક્તિને સંકોરી હતી. બાળપણને પસાર કરતાં કરતાં, યુવાનીમાં કદમ માંડતાં વીરપુરથી જેતપુર સુધીના ચાર ગાઉના રસ્તાને પગે ચાલીને પસાર કરતાં કરતાં ધૂમકેતુને જે કલ્પનારસ પ્રાપ્ત થયો તેનાથી કુદરતી સૌંદર્ય નિહાળવાના સંસ્કાર તેમના સર્જકચિત્તે ઝીલ્યા અને ઘણું લખી શકવાની ટેવ પડી. ધૂમકેતુના સુદીર્ઘ, સુસંવાદી અને લેખનપ્રવૃત્તિ માટે પોષક નીવડેલ દાંપત્યજીવનનો પ્રારંભ ઈ. સ. ૧૯૧૦માં કાશીબહેન જોડેના લગ્નથી થયો. ત્યાર પછી ઈ. સ. ૧૯૧૪માં પોરબંદરમાં મેટ્રિક પાસ કરી. જૂનાગઢમાં કૉલેજનો અભ્યાસ કર્યો. તે દરમિયાન આનંદશંકર ધ્રુવના ‘વસન્તમાં લેખો લખવા લાગ્યા હતા. ત્યારબાદ ઈ. સ. ૧૯૨૦માં અંગ્રેજી તથા સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાં બી.એ. થયા. તેમ જ ઈ. સ. ૧૯૨૬માં તણખા મંડળ-૧' વાર્તાસંગ્રહ પ્રગટ કર્યો. ઈ. સ. ૧૯૩૫માં એમણે રણજિતરામ સુવર્ણચંદ્રકનો અસ્વીકાર કર્યો ૧૧૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy