SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહેવાશે, હુન્નર, કળા સામ્રાજ્યનું, બહુ જોર લોક ધરાવશે. એક દિન...૬ એક ખંડ બીજા ખંડની, ખબરો ઘડીમાં આવશે, ઘરમાં રહ્યા વાતો થશે, પર ખંડ ઘર સમ થાવશે. એક દિન..૭ એક ન્યાય સર્વે ખંડમાં, સ્વાતંત્રમાં આવશે, બુદ્ધિ પ્રભુ મહાવીરનાં, તત્ત્વો જગતમાં વ્યાપશે. એક દિન...૮ આ કાવ્ય પૂજ્યશ્રીએ લખ્યું ઈ. સ. ૧૯૧૧માં એટલે આજથી ૧૦૩ વર્ષ પહેલાં. આ કવિતા વરસોથી મહુડી મંદિરની બહાર પ્રદર્શિત થયેલી છે. આશ્ચર્ય એ વાતનું છે કે ૧૦૩ વર્ષ પહેલાં પૂજ્યશ્રીએ ભાખેલી બધી જ વાતો આજે સત્ય સાબિત થઈ છે. કવિનું આ આર્ષદર્શન. સાહિત્યમાં આ વિશાળ ખેડાણ, પ્રતિભા અને સાહિત્ય પ્રભાવ સાથોસાથ એમનું સાહિત્ય દ્વિરુક્તિ દોષથી મુક્ત નથી, પણ ઝડપથી આટલા વિશાળ સાહિત્યનું સર્જન થતું હોય ત્યારે સ્મૃતિમાંથી કેટલાંક તત્ત્વો અને વિચારની વિસ્મૃતિ થઈ પણ જાય. | સુપ્રસિદ્ધ નવલકથાકાર રમણલાલ વ. દેસાઈ પૂજ્યશ્રીના સાહિત્ય વિશે લખે છેઃ “આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું સાહિત્ય એટલે? એને હિંદુ પણ વાંચી શકે, જેન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી થઈ શકે તેવું એ કાવ્યસાહિત્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે એવું છે.” શ્રી ૨. વ. દેસાઈ વિશેષમાં લખે છે, “સાચા સાધુ હોવું, ઉચ્ચ કોટિના સાહિત્યકાર થવું, અને છતાં માનવતાભર્યા સહૃદયી સમાજસેવક બનવું – એ ત્રણે મહાભાગ્ય બહુ જ થોડી વ્યક્તિઓમાં દષ્ટિગોચર થાય છે. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી એવું સૌભાગ્ય લઈને અવતર્યા હતા.' ડૉ. કુમારપાળ દેસાઈ લખે છેઃ તત્ત્વજ્ઞાન સાથે અનુભવજ્ઞાનનો અનુપમ સંયોગ આચાર્યશ્રીએ એમના જીવનમાં અને કવનમાં સાધ્યો છે. પોતાના આત્મદર્પણમાં પ્રગટેલા સાધનાના પ્રતિબિંબને એમણે અક્ષર રૂપે પ્રગટ કર્યું. સવિશેષ તો એમણે સંસ્કૃત ભાષામાં તત્ત્વજ્ઞાનના ગ્રંથો લખ્યા અને સંસ્કૃતમાં લખેલ પોતાના બે ગ્રંથો ઉપર એમણે સ્વયં વિસ્તૃત વિવેચના કરી છે.” હવે આ યુગના અને સમકાલીન મહાકવિ ન્હાનાલાલના પૂજ્યશ્રી માટે ઉચ્ચારેલા શબ્દકમળની સુગંધ માણીએઃ “બુદ્ધિસાગરસૂરિજી મહાનુભાવ વિરાગતામાં ખેલતા, સંપ્રદાયમાં તો એ શોભતા, પણ અનેક સંપ્રદાયોના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી. એમની ભવ્યમૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહથંભ, યોગીન્દ્ર જેવી દાઢી ને જબરદસ્ત દંડ! આનંદઘનજી પછી આવા અવધૂત જૈનસમાજમાં થોડા જ થયા હશે.” પ.પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો + ૯૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy