SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. સૂરિજીએ કાવ્યના અનેક પ્રકારોમાં ખેડાણ કર્યું છે. આ કાવ્યોમાં વિષયવૈવિધ્ય ઉપરાંત પ્રકારનૈવિધ્ય પણ છે. ભજન, ઊર્મિગીત, રાષ્ટ્રગીત, અવળવાણી, ખંડકાવ્ય, કાફી, ચાબખા, ગહુલી, પૂજા, દુહા, ચોપાઈ વગેરે કાવ્યપ્રકારોમાં પૂજ્યશ્રીનું ખેડાણ છે. તત્ત્વચિંતનની કેટલીક પંક્તિઓ આપણને અવધૂત આનંદઘનની યાદ અપાવે છે. ઉપાધ્યાય યશોવિજયજી અને અવધૂત આનંદઘન પછી આટલું વિપુલ અને વૈવિધ્યસભર સાહિત્ય સર્જન પૂ. બુદ્ધિસાગરસૂરીશ્વરજી સિવાય ભાગ્યે જ કોઈ જૈન સાહિત્યકારે કર્યું હશે. પૂજ્યશ્રીએ પોતાનું આ વિપુલ સર્જન જૈન સાધુના સર્વ વ્રત-નિયમો પાળતાં પાળતાં કર્યું છે. ઉગ્ર વિહાર કરતાં કરતાં પચ્ચીસ ચાતુર્માસ દરમિયાન આ સર્જન કર્યું. પૂજ્યશ્રી સતત ધ્યાનમાં બેસતા. જીવનભર ખાદીનાં વસ્ત્રો જ ધારણ કર્યા. ગોચરી-ભોજન એક જ સમયે, અને એમાં પણ સ્વાદનો કોઈ આગ્રહ નહીં. ગોચરીમાં જે આવ્યું હોય તે ભોજન એક પાત્રમાં સમરસ કરીને વાપરતા. પૂજ્યશ્રીએ જેમ ગુજરાતીમાં ત્રણ હજાર કાવ્યો લખ્યાં છે, એમ સંસ્કૃતમાં વીસ કાવ્યસર્જનો કર્યા છે. ગ્રંથલેખન માટે એઓ એકાંત પસંદ કરતા હતા. વિજાપુર કે મહુડીમાં હોય ત્યારે ભોંયરામાં બેસીને પલાંઠીવાળી ઘૂંટણ પર ડાયરી ટેકવીને લેખન કરતા. લખવા માટે એઓશ્રી પેન્સિલનો ઉપયોગ વિશેષ કરતા. ક્યારેક દિવસ દરમિયાન દસથી બાર પેન્સિલનો ઉપયોગ થતો. ક્યારેક બરુની કલમથી પણ લખતા. મા સરસ્વતીની સાધના સાધુ જીવનનું તપ. મૌન અને સમાધિની આત્મસાધના. પ્રાણીમાત્રનું કલ્યાણ થાય એવી ભાવના, સાધનાથી શુદ્ધિ તરફનું પ્રયાણ અને પરિણામે પૂજ્યશ્રીની કલમ અને આત્મામાંથી પ્રગટ્ય જગતનું ભાવિદર્શન. આ સત્યની પ્રતીતિ એમના નીચેના કાવ્યમાંથી થાય છે. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે. મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગતમાં થાવશે. એક દિન..૧ સહુ દેશમાં સ્વાતંત્ર્યના શુભદિવ્ય વાદ્યો વાગશે, બહુ જ્ઞાનવરો કર્મવીરો, જાગી અન્ય ગાવશે. એક દિન..૨ અવતારી વીરો અવતરી, કર્તવ્ય નિજ બજાવશે, અશ્રુ હોઈ સૌ જીવનાં, શાંતિ ભલી પ્રસરાવશે. એક દિન...૩ સહુ દેશમાં, સહુ વર્ણમાં, જ્ઞાનીજનો બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુઃખીનો, કરુણા ઘણી મન લાવશે. એક દિન..૪ સાયન્સની વિદ્યા વડે, શોધો ઘણી જ ચલાવશે; જે ગુખ તે જાહેરમાં, અદ્ભુત વાત જણાવશે. એક દિન..૫ ૯૪ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy