SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગના સાચા અનુયાયી શ્રીમદ્દની અપૂર્વ વીતરાગતા – તેમની અનન્ય તીર્થકર ભક્તિ શ્રીમદ્ભા વચનામૃતો તેમની વીતરાગદશાનું અનન્ય પરાભક્તિની પરાકાષ્ઠા પ્રકાશે છે. તેમના વચનોમાં – બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે, અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે તીર્થંકર દેવ છે – તીર્થંકર દેવ પ્રણીત શ્રી વીતરાગદર્શન જ છે. પત્રાંક ૧૭૦માં તેમણે જણાવ્યું છે તેમ તેમને તીર્થકરને અનુસરવાની ઈચ્છા છે –' મહાવીરનો આદર્શ સતત જેની દૃષ્ટિ સન્મુખ હતો એવા આ અનન્ય વીતરાગ ભક્ત શ્રીમદે તીર્થંકરદેવને અનન્ય તત્તસ્તુતિ કરતા – આ ચાર અલૌ િનમસ્કારમાં તો લાખો સ્તોત્રો અને કરોડો ગ્રંથોથી જે ભાવ ન દર્શાવી શકાય એવી અનન્ય વીતરાગ ભક્તિ દાખવી છે. | પૃ. ૧૧, ડૉ. ભગવાનદાસ મહેતા) (૧) જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્તિ કહ્યો છે, તે તીર્થકરને નમસ્કાર કરીએ છીએ. (૨) સન્દુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. (૩) તીર્થકરના માર્ગબોધને નમસ્કાર. (૪) ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બલવાન પરિશ્રમ કર્યો છે તે પ્રાપ્તિ ન થઈ. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. આત્મસિદ્ધિ શાસ્ત્ર, વિશિષ્ટ કૃતિ સમકિત આપવા માટે કોઈ જિજ્ઞાસુની વિનંતિને માન આપીને શ્રીમદે છે પદનો પત્ર લખ્યો. આત્મા છે, “આત્મા નિત્ય છે, આત્મા કર્યા છે, આત્મા ભોક્તા છે? મોક્ષ છે અને તે મોક્ષનો ઉપાય છે એમ છ પદથી આત્મજ્ઞાન કે સમ્યકત્વની પ્રાપ્તિ થાય તેવું અપૂર્વ વાણીથી નિરૂપણ કર્યું છે. આ છ પદનો પત્ર એક સ્વતંત્ર પ્રકરણ ગ્રંથ જેવો સૂત્રાત્મક શૈલીથી લખાયેલો છે. એ જ છ પદ વિસ્તારરૂપે પદ્યમાં ગુરુશિષ્યનો સંવાદ કલ્પી ‘આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના શ્રીમદે કરી છે તે જોઈએ. છ પદનું આત્મસિદ્ધિમાં શાસ્ત્રીય વિસ્તરીકરણ છે. મહાન ગંભીર વિષયોને સરળ પદ્યમાં ઉતારી આત્મસિદ્ધિ રચી છે જે ૬૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy