SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત તેને ભાષિયું, કારણ ગણી પ્રત્યક્ષ, માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય, જાતા સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.' (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર) આચારાંગ સૂત્ર (૧૯૪)માં પણ કહ્યું છે આ જ સામેથી આજ્ઞાનું આરાધન એ જ ધર્મ – ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે. (૫૩૦) આ વચનામૃત મહાત્મા ગાંધીનો પ્રશ્ન – અભણને ભક્તિથી મોક્ષ મળે ખરો કે? તેના ઉત્તર રૂપે છે. - આત્મસિદ્ધિમાં ષટ્રપદ પ્રાપ્તિના મૂળ સદ્ગુરુ ભગવાન પ્રત્યેની અદ્ભુત ભક્તિનું અમૃતપાન શ્રીમદે પાયું છે. મુક્તિનો માર્ગ – ભક્તિ શ્રીમદ્દની તીર્થંકર પ્રત્યે અનન્યભક્તિ હતી. તેઓના મત પ્રમાણે જિન – સિદ્ધ ભગવંત આરાધ્ય છે કારણ કે શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે તેવું જ નિશ્ચય નયની દૃષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપ છે. જિનપદ અને નિજપદથી એકતા છે એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરૂપણ છે અને એ જ આ ભક્તિનું પ્રયોજન છે. તેથી જ તેઓ કહે છે – ઇચ્છે છે જે જોગીજન, અનંત સુખસ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કોઈ, લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાયી.” ઉપાદાન અને નિમિત્ત ભક્તિમાર્ગનું પ્રાધાન્ય ભગવદ્ભક્તિના અવલંબન પરથી શુદ્ધ સ્વરૂપ ચિંતન પર ચઢવાનું છે તે માટે સમ્યક સમજ જોઈએ તેમ થવામાં નિમિત્ત કારણરૂપ સદ્દગુરુ આજ્ઞા, જિનદશા આદિ છે આ અંગે પરમતત્ત્વ દ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ વચનામૃત છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણમાંય.’ વળી ઉપાદાનનું નામ લઈ જે એ ત્યજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત.' શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૫૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy