SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ ૫૧ અથવા પ્રતિગ્રહીતા અંગે રાજા પાસે કે ઈરાદ ગર' અને તેથી . દાન બ્રાહ્મણને અપાયું નહીં હોય. મૂળ પતરામાં પણ રાજાની સહી નથી તેથી એ બાબત પણ આમ જ સૂચવે છે. (૨) બીજ દાનપત્ર કર્ણદેવે વિ. સં. ૧૧૪૦ (ઈ. સં. ૧૦૮૪)માં ગંભૂતામાં તીર્થકર સુમતિનાથદેવના મંદિરને ભૂમિદાન કર્યું હતું તેને લગતું છે. ૨૪ (૩) વિ. સં. ૧૧૪૮ (ઈ. સ. ૧૦૯૨)માં કર્ણદેવે આનંદપુર (વડનગર) વિભાગમાંની અમુક ભૂમિ સુણક ગામની વાવના નિભાવ અથે આપેલી તેની આ લેખમાં નોંધ છે. ૧૨૫ કર્ણદેવ ૧ લાનાં પરાકામે ? કર્ણદેવના અભિલેખોના આધારે તેનાં વિવિધ પરાક્રમ જાણવા મળે છે. કર્ણદેવના વિ. સં. ૧૧૪૦ (ઈ. સ. ૧૦૮૪)ના ગંભૂતાના લેખમાં ૨૬ તેના નામની આગળ “શૈલેજ્યમલ્લ” બિરુદ આપેલું છે. આ બિરુદને વિગતે જોતાં આ પ્રકારની માહિતી પ્રાપ્ય થાય છે. ત્રિલોચનપાલના શક. સં. ૯૭૨ (ઈ. સ. ૧૦૫૧)ના તામ્રપત્રના ૧૨૭ આધારે જાણવા મળે છે કે ભીમદેવના રાજ્યકાલ દરમ્યાન ચાલુક્ય બારપ વંશજ ત્રિલોચનપાલ રાજ્ય કરતો હતો. આ પછી કલચુરિ કર્ણદેવે લાટ પર આક્રમણ કરી અજુનકુલના યશને મારી નાંખે એટલે કે કલચુરિ રાજા યશઃકર્ણનું શાસન દૂર : ૧૨૮ આ બનાવ ઈ. સ. ૧૦૭૩ની આસપાસ બન્યો અને તે પછીના વર્ષ એટલે કે ઈ. સ. ૧૦૭૪ માં કર્ણદેવ ૧ લાનો એ નાગસારિકા (નવસારી) વિષયમાં એક ગામ પંડિત મહીધરને દાન આપવા અંગે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૧૨૮ તે સુચક છે. આમ કર્ણદેવે લાદેશના નવસારી પ્રદેશ પર પિતાની સીધી અને સંપૂર્ણ સત્તા પ્રવર્તાવી. જોકે આ સત્તા બહુ લાંબો વખત ટકી ન હતી. આ પ્રકારની માહિતી ત્રિવિક્રમપાલના શક સંવત ૯૯૯ (ઈ.સ. ૧૯૩૭)ના શુકલતીર્થની પાઠશાલાના નિર્વાહ માટે નંદિપુર વિષયમાં એક ગામ દાનમાં આપ્યું હતું તેને લગતા લેખને ૩૦ આધારે જાણવા મળે છે. આ લેખ પરથી સ્પષ્ટ થાય છે કે બાર૫ના વંશજોએ લાટને પ્રદેશ ત્રણચાર વર્ષમાં જ પાછો મેળવ્યો હશે. જો કે આ પછી બાર૫ વંશની સત્તાના ઉલ્લેખો મળતા નથી, આથી સંભવ છે કે કર્ણદેવે થોડા સમયમાં લાટ પર પાછી સત્તા મેળવીને “રોલેક્યમલ્લ” બિરદ પ્રાપ્ત કર્યું હોય. તેનું આ બિરુદ નવસારીના વિ. સં. ૧૧૩૧ (ઈ. સ.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy