SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન કણદેવ ૧ લે તો વિ. સં. ૧૧૨૦ (ઈ.સ. ૧૦૫૪)માં ચૌલુક્ય રાજવી ભીમદેવ ૧લાએ તેના અંતિમ સમયમાં કર્ણદેવ ૧લાને રાજ્યાભિષેક કર્યો હતો.૧૨૦ કર્ણદેવ ૧લાના રાજ્યકાળ દરમ્યાનના ત્રણ અભિલેખો પ્રાપ્ત થયા છે, : (૧) વિ. સં. ૧૫૩૧ (ઈ.સ. ૧૦૭૩) માં નાગસારિકા (નવસારી) વિષયમાંનું એક ગામ પંડિત મહીધરને દાનમાં આપ્યું હતું તેને લગતું તામ્રપત્ર પ્રાપ્ત થયું છે.૧૨૧ આ પછી બીજા જ મહિને નાગસારિકાના મહામંડલેશ્વર દુર્લભરાજે આ દાન પિતાના નામે કરવાનો પ્રયત્ન કરેલ છે.૧૨૨ આ દાનપત્રની બે નકલે પ્રાપ્ત થાય છે. આ પૈકીનું બીજુ દાનપત્ર છે તે પૂરેપૂરું છે અને તેને ગિરજાશંકર વ. આચાર્યો કર્ણદેવના દાનપત્ર તરીકે પ્રસિદ્ધ કર્યું છે. ૨૩ આ બને તામ્રપત્રોની એ વિશેષતા રહી છે કે તેમાં છેલ્લે રાજાના દસ્તત કરી આપેલા નથી. આ બન્ને તામ્રપત્રો વચ્ચે એક મહિનાને ગાળે છે અને દાનને પ્રતિગ્રહીતા અને દેવભૂમિ બને એક જ છે. એટલે અહીં બે વસ્તુ વચ્ચે ફરક પડે છે : (૧) દાતા, (૨) દાનની મિતિ. આ સાથે ત્રીજો ફરક એ પડે છે કે દુર્લભરાજવાળા દાનપત્રમાં દૂતક અને લેખકનું નામ તેમજ રાજાની સહી આપેલ નથી. જ્યારે કર્ણદેવના તામ્રપત્રમાં દૂતક અને લેખકનું નામ છે. પરંતુ રાજાની સહી નથી. આ પહેલાં આ બાબત પ્રત્યે કોઈનું ધ્યાન ગયું હોય તેમ જણાતું નથી. અહીં ઉપસ્થિત થતા મુદ્દાઓને એક સાથે લેતાં, તેના માટે સંભવિત અર્થઘટન એમ કરી શકાય કે દાનના પ્રતિગ્રહીતા વિદ્વાન બ્રાહ્મણને ગામ દાન આપવાની દરખાસ્ત સામંત દુર્લભરાજે કરીને રાજાને તે મોકલાવી હશે અને એ વખતે એણે જે વિગત આપી હશે તે વિગતને આધારે કર્ણદેવના દસ્તરે (કાર્યાલયે) મુસદ્દો તૈયાર કરીને એ આખું દાનપત્ર દુર્લભરાજ ઉપર જેવા માટે મોકલ્યું હશે, અને એ વખતે દુર્લભરાજે એ દાનપત્ર રહેવા દઈને નવેસરથી દક્ષિણ ગુજરાતમાં પ્રચલિત દાનશાસનની પદ્ધતિએ મુસદ્દો તૈયાર કરીને જાણે પિતે એ દાન ફરમાવતું હોય તેવો મુસદ્દો તૈયાર કરીને દાન આપવા માટે એક મહિના પછીની તિથિ નક્કી કરીને મુસદ્દો રાજાની મંજૂરી માટે મોકલ્ય હશે અને તેમાં દૂતક, લેખકનાં નામ તેમજ દસ્તક કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલવાનું રાખ્યું હશે. પરંતુ આ દાનપત્ર અધૂરું રહેલું હોવાના કારણે અથવા તો મંજુર થયેલ હોય પણ એ દાન આપવા માટે કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy