SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ચૌલુક્યકાલીન અભિલેખો : પ્રાસ્તાવિક વિશ્લેષણ શંખાકાર મંગલચિહ્ન : આ કાલમાં આ પ્રકારના ચિહ્નો કલાત્મક રૂપે પ્રયોજતાં હતાં. એમાં દક્ષિણાવર્ત અને વામાવતે સરેડ મુખ્ય હતા.૩૦ આમાં વામાવર્તવું વિણ વિશેષ જણાય છે. દક્ષિણા રૂy # કોલ દરમ્યાન લુપ્ત થતું જણાય છે. વામાવર્ત સ્વરૂપને વિકાસ ચૌલુકામાં થયેલે મને તે પછીના કાલોમાં પણ ચાલુ રહેલો હતો. બીજા પ્રકારના સ્વરૂપમાંથી એને સાદો મરોડ બન્યો. ધીમે ધીમે તેનાં કલાત્મક સ્વરૂપ ઘડાયાં. નું મંગલચિહ્ન: ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરામાં ને શુભ મંગલકારી ગણવામાં આવેલ છે. તેમાંય યોગશાસ્ત્ર અને આધ્યાત્મિક દૃષ્ટિએ ને વિશેષ મહિમા છે. આ કાલ દરમ્યાન » ના મંગલચિહને પ્રયોગ થતો હતો. આ કાલમાં મેં ના મરોડના વિકાસની સાથે આ સ્વરૂપને પણ વિકાસ થયો હતો. આ કાલમાં ય ના મરોડમાં ઉપરની આડી રેખાને જમણે છે. નાની ઊભી રેખા ઉમેરાતી હતી. આ રેખા કયારેક જમણી બાજુ પણ થતી હતી.૪૧ આ ના મરોડની ટોચે અનુસ્વાર ઉમેરીને એ મરેડ પ્રજાવા લાગ્યો. આમ ચૌલુક્યકાલીન લિપિ-સ્વરૂપ વર્તમાન નાગરી લિપિના સ્વરૂપની ઘણુ નિકટનું બન્યું છે, છતાં તેમાં પડિમાત્રાને પ્રગ, અમુક અક્ષરોના વિલક્ષણ મરોડ, કેટલાક અક્ષરનું પરસ્પરનું સામ્ય, શબ્દશબ્દ વચ્ચે અંતર નહિ રાખવાની પદ્ધતિ, વગેરેને લઈને વિશેષ મહાવરા વગર તેમજ સંસ્કૃત ભાષાના જ્ઞાન સિવાય આ કાલના લેખે સરળતાથી ઉકેલી શકાય તેમ નથી. આ સમયમાં ૧૨ અભિલેખો અરબી-ફારસીમાં લખાયેલા પ્રાપ્ત થાય છે. આ લેખમાં હિજરી સંવત પ્રયોજેલ છે. હિજરી સં. ૪૪૫ (ઈ. સ. ૧૦૫૩)ને લેખ અરબી-ફારસી ભાષામાં લખાયો છે, તે સિવાયના ૧૧ લેબો અરબી ભાષામાં લખાયેલા છે. આ અભિલેખો બહુધા કુફી શૈલીમાં લખાયા છે.' અરબી-ફારસી લખાણમાં અક્ષરોને ઘણું કરીને એકબીજા સાથે જોડીને સળંગ કલમે લખવામાં આવે છે. આ અક્ષરોને જોડતી વખતે જે રેખાઓ ખેંચવામાં આવે છે તેને બંધ કહે છે. આ બંધને લઈને સુલેખનની વિશિષ્ટ શૈલીઓ વિકસી છે. આમાં “નખ” અને “ફી” એવા બે મરેડ ઘણા વહેલા વિકસ્યા હતા. કુકી શૈલી ઇરાકના કુફા શહેરમાં વિકસેલી હેઈ તેના પસ્થી તેનું નામ “ભૂ પડેલું. આ શૈલીમાં અક્ષર ઊભી, આડી કે ત્રાસી રેખાઓના દેણીય કે ખૂણાદાર સયાજનો વડે લખાય છે. આ
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy