SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન “કુમાર”માં પ્રગટ થયેલ ઉપર્યુક્ત ત્રણેય મતેની ચર્ચા કરી એ પૈકીના શ્રી મોહનપુરીના મતને અનુમોદન કરતાં શ્રી કંચનપ્રસાદ છાયા જણાવે છે કે શ્રી મેહનપુરી ગોસ્વામીએ આ સંવતના પ્રવર્તક તરીકે ઘૂમલીને રાણે શ્રી સિંહ કે સંઘ હોવાનું માન્યું છે એમને અને શ્રી વજેશંકર ઓઝાને શ્રી સિંહનું નામ પિોરબંદરના એક લેખમાંથી મળી આવેલ હતું જે લેખમાં એને સૌરાષ્ટ્રને મંડલેશ્વર કહ્યો છે. આ બાબતને લક્ષ કરીને શ્રી છાયા ઉમેરે છે કે એ રાણે સિંહ પાછળથી અધિક સબળ બનતાં એણે વિ. સં. ૧૧૭૦ (ઈ. સ. ૧૧૧૪)થી સ્વતંત્ર સત્તા હાંસલ કરી પિતાને સંવત ચલાવ્યો હેય. ગૌરીશંકર ઓઝાને ટાંક્તા એઓ જણાવે છે કે સૌરાષ્ટ્રથી બહાર આ સંવતને પ્રચાર ન હોવાનું પણ એમ સાબિત કરે છે કે આ સંવત સૌરાષ્ટ્રના સિંહ નામના કેઈ રાજાએ ચલાવ્યું હશે.' પિતાના મૂળ લેખ પરની શ્રી નરોત્તમ પલાણ, શ્રી મોહનપુરી ગોસ્વામી તથા શ્રી કંચનપ્રસાદ છાયાએ કરેલી સમીક્ષા અને એમાંથી પ્રગટેલ વાદને પ્રતિવાદ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ “કુમાર”માં જ કર્યો છે. એઓ જણાવે છે કે શ્રી ગોસ્વામી મત પ્રથમ નજરે સ્વીકાર્ય લાગે, પરંતુ એને સ્વીકારવામાં કેટલીક મુશ્કેલી જણાય છે. વિસાવાડાના લેખના આધારે સિંહ સંવત ઘૂમલીના જેઠવા રાણુ સિંહે (સંગે) શરૂ કર્યાનું તેઓ ધારે છે, પણ આ લેખ વિ. સં. ૧૨૬૨ ને છે અને એમાં રાણું વિક્રમાદિત્યની મૂતિ કરાવ્યાને ઉલ્લેખ છે. બીજુ એ કે લેખની પંક્તિમાં “સી” પછી “ રાધવાંચી એને અર્થ એમણે “રાજાધિરાજ” કર્યો છે અને છતાં સિંહ અને વિક્રમાદિત્ય વચ્ચે અન્વય દર્શાવતે કઈ સ્પષ્ટ શબ્દ લેખમાં દર્શાવી શક્યા નથી. ઘૂમલીના જેઠવા રાણા સિંહના સમયમાં સિંહ સંવત શરૂ કર્યો હોય, થયો હોય તે એ રાજ્ય સરકની નજીક પડે ખરું ? પરંતુ સિંહ સંવતના વર્ણવાળા કોઈ અભિલેખમાં જેઠવા રાણાઓના શાસન કે આધિપત્યને નિર્દેશ સુધ્ધાં નથી અને જેઠવા રાજ્યના પિતાના મૂળ પ્રદેશમાં સિંહ સંવતને ઉપયોગ થયે હોય એવા ઉલ્લેખ પણ પ્રાપ્ત થતા નથી, આથી જેઠવા રાણું સિંહની બાબતમાં આ બે મુદ્દા પ્રતિકૂળ પડે છે. સોરઠને કઈ સિંહ મળી આવે તે સહુથી વધુ બંધ બેસે, નહિ તે ત્યાં સુધી ઉપલબ્ધ ઉલ્લેખના આધારે સિંહની સંભાવના ઊભી રહે. ૬૦ આ “કુમાર”માંની આ ચર્ચાના દરને આગળ લંબાવતા શ્રી મધુસૂદન ઢાંકી જણાવે છે કે સિદ્ધરાજે સોરઠ જીત્યાની હકીક્તમાં શ્રી મોહનપુરી શંકા કરે છે એ અસ્થાને છે. એનાં કારણે નીચે પ્રમાણે ગણાવી શકાય :
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy