SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ કાલગણના અને સમયનિર્દેશ ૨૩૧ સંવતની સાથે સિંહ સંવતની પણ સમીક્ષા કરેલી છે. આમાં સિંહ સંવત પરત્વે એએ પોતાના અગાઉના સિદ્ધરાજે આ સંવત સ્થાપ્યા હોવા અંગેના મતવ્યને વળગી રહ્યા છે.પ૬ પરંતુ એમના આ લેખથી સિંહ સંવત પરત્વે ભારે વિવાદ—વંટોળ ઊભા થયા અને “કુમાર” માસિકે આ ચર્ચાને મુક્ત મને પ્રગટ કરી. આ ચર્ચા અંક ૬૦૦ થી શરૂ થઈ અંક ૬૨૦ સુધી, અર્થાત્ લગભગ સવાવ સુધી ચાલી, જેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે : ડો. શાસ્ત્રીના મતની ટીકા કરતાં શ્રી નરોત્તમ પલાણે જણાવ્યું કે સિદ્ધરાજ જયસિંહે વિ. સ. ૧૧૭૦ માં સારડ જીત્યાની યાદમાં આ સવંત શરૂ કર્યાં એવા એમના મત યથા નથી, કારણ કે સિદ્ધરાજે પોતાના કોઈ વિજયની યાદમાં આ સંવત ચલાવ્યો હોય તો એ સમગ્ર ગુજરાતમાં વપરાયેલા હવા જોઈ એ, જ્યારે સિ ંહ સંવત તો માત્ર દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જ મળે છે. આ એક જ હકીકત સિદ્ધરાજે સિંહ સંવત ફેલાવ્યા નથી એની પ્રબળ સાબિતી છે. સિદ્ધરાજના લગભગ દરેક કા'ની નોંધ . હેમચદ્ર જેવા લેખકોએ લીધી છે તે આ એક નવા સંવત શરૂ થાય એની નોંધ કેમ કોઈ ન લે ! આથી સિંહ સંવત સાથે વિશ્વરાજને કોઈ મેળ નથી.૫૭ અહી શ્રી પલાણે આ સંવતના સ્થાપક વિશે પોતે કોઈ સ્વત ંત્ર મતવ્ય આપ્યું નથી. શ્રી મોહનપુરી ગાસ્વામીએ ડો. શાસ્ત્રીના સિંહ સંવતને લગતા મતની ટીકા કરતાં જણાવ્યું છે કે સિદ્ધરાજ ગુજરાતના રાજા હતા તેણે કોઈ સંવત પ્રવર્તાવ્યા હોય તો સૌ-પ્રથમ એના લેખ ગુજરાતમાં મળવા જોઈએ, જ્યારે આ સંવત તે સૌરાષ્ટ્રમાં જ અને એ પણ સામનાથથી દ્વારકા વચ્ચે જ મળે છે. વસ્તુતઃ સિદ્ધરાજે સારટપ્રદેશ જીત્યા હતા ખરા ? એમણે આ શંકા ઉઠાવીને એના અનુસંધાનમાં કહ્યું કે આ સંવત એ પ્રદેશના કોઈ સ્થાનિક રાજવીએ જ ચલાવ્યા હશે. શ્રી માહનપુરીના મતે વસ્તુતઃ સિંહ સ ંવત પ્રવર્તાવનાર તા ધૂમલીના પહેલા રાણા સંગજી જ છે. આ રાણા સ`ગને શિલાલેખમાં ‘સંધ' કે ‘સિંહ’ કહેવામાં આવ્યા છે. આ ધૂમલીના રાણા સંગ વિ. સં. ૧૧૭૦ માં હયાત હતા અને એ સિદ્ધરાજના સમકાલીન હતા તેમજ રાણા સંગથી જ જેવા કુળની સાલવારી મળે છે. પોરબંદરની બાજુમાં વિસાવાડા ગામે સિદ્ધેશ્વર મહાદેવના મદિરમાંના આ સિંહ–સંગનો લેખ આ બાબતમાં સૂચક છે.૫૮
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy