SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન વિક્રમ વર્ષ કાર્નિકાદિ છે અને આધિનમાંનું વિક્રમ વર્ષ ચૈત્રાદિ હોવું જોઈએ.૩૮ એ જ રીતે માર્ગશીર્ષ માંનું વિક્રમ વર્ષ ચૈત્રાદિ હોવું જોઈએ, કારણ કે આશ્વિનમાં જણાવેલ તફાવત અને સિંહ સંવતમાં જણાવેલ તફાવત સરખે છે, આથી ઉપર જણાવ્યા પ્રમાણે સિંહ સંવત કાન્નિકાદિ હોઈ શકે નહિ. તે વિગતે જોતાં એમ જાણી શકાય છે કે સિંહ ચૈત્રાદિ અથવા તે આષાઢાદિ હૈઈ શકે, પરંતુ ચૈત્ર અને આષાઢ વચ્ચેની મિતિઓ ઉપલબ્ધ નહિ હેવાથી દઢ પણે કહી શકાય નહિ, કે સિંહ સંવત એ ચૈત્રાદિ અથવા આષાઢાદિને હશે. વધુમાં તિથિ અને વારની ગણતરી કરતાં નીચે મુજબ તારણ કાઢી શકાય : કુમ સિંહ સંવતમાં આપેલી મિતિઓ ઈસવીસનન તારીખ ઓકટોબર, ૧૫, ઈ. સ. ૧૧૫ ૧ સિંહ સંવત ૩૨ આશ્વિન વદિ–૧૩ - સોમવાર ૨ સિંહ સંવત ૯૬ માર્ગશીર્ષ સુદ-૧૪ ગુરુવાર ૩ સિંહ સંવત ૧૫૧ આષાઢ વદિ-૧૩ નવેમ્બર, ૧૨, ઈ. સ. ૧૨૦૯ મે, ૨૨, ઈ. સ. ૧૨૬૪ તે ઉપર્યુકત જોતાં જણાય છે કે બંને વચ્ચેનો તફાવત ચકકસ રહે છે. આ તકાવત એ છે કે સિંહ વર્ષ માર્ગશીર્ષ સુદિ અને આષાઢ વદિના મહિનાની વચ્ચે શરૂ થયે હવે જોઈએ. એનો અર્થ એ કે સિંહ વર્ષ ચૈત્રાદિ કે આષાઢાદિ હોઈ શકે. મહિનાઓની પદ્ધતિ પ્રમાણે જણાવી શકાય કે સિંહ સંવતની જાણીતી મિતિમાંથી માત્ર બે જ તારીખોમાં વિગતે સંપૂર્ણ આપેલી નથી તેથી વર્ષગણના અને માસગણનાની પદ્ધતિને ખ્યાલ આવી શકે નહીં. સિંહ સંવત ૩રમાં વાર આપે છે,૩૯ જે અમાંત માસની પદ્ધતિએ બંધ બેસે છે, જ્યારે સિંહ સંવત ૧૫૧ માં આપેલ વાર૪૦ પૂર્ણિમાન્ત પદ્ધતિએ બંધ બેસે છે. આમ સિંહ સંવતના માસ પૂર્ણિમાનું કે અમાન્ત હતા એ નિશ્ચિત કરી શકાતું નથી. એ માટે વધુ જાણકારી અપેક્ષિત રહે છે. જોકે ડો. દિનેશચંદ્ર સરકાર એવા સ્પષ્ટ મતના છે કે આ સંવતનાં વર્ષો અમાન્ત આષાઢ સુદિ ૧ થી શરૂ થયેલાં છે.૪૧ પરંતુ બીજી મિતિ મળવાથી જ આ અંગે ચોક્કસ કહી શકાય. પ્રસ્તુત સંવત પ્રથમ માસના શુકલપક્ષમાં શરૂ થયેલ હોવો જોઈએ કે જે ચૈત્ર અથવા આષાઢ હોવો જોઈએ. આ પ્રમાણે સિંહ સંવતનું શુન્ય વર્ષ
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy