SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન વિ. સં. ૧૨૯૧ ના ભીમદેવ ૨ જાના ધોળકાના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે પોતાના પુણ્ય અને આત્મશ્રેય અર્થે વાવ કરાવી, ગળેશ્વર મ ંદિરનો મંડપ કરાવ્યો તેમજ આ મંદિરનાં તારદાર કરાવ્યાં. ૧૮૬ વિ. સં. ૧૨૯૨ ના શિલાલેખમાંના ઉલ્લેખ પ્રમાણે યાયિ મંદિરમાં રત્નાદેવીની મૂતિ તેમજ મદિર કરાવવામાં આવ્યાં હતાં.૩૩ વિ. સં. ૧૨૯૫ ના દાનપત્રમાંના ઉલ્લેખ પ્રમાણે ભીમદેવ ૨ જાએ વીરમેશ્વર અને સૂમલેશ્વર મંદિરમાં પૂજારીના નિભાવ માટે ગામ દાનમાં આપ્યું હતું. ભીમદેવ ૨ જાના અચાક્કસ મિતિવાળા લેખમાં જણાવ્યા પ્રમાણે એણે સોમનાથ મંદિર બંધાવ્યું હતું અને એનુ નામ મેધનાદ' પાડયું હતું.૩૪ હકીકતે એ મહામ`દિરના મેધના–મ`ડપ કરાવ્યાના લગતા ઉલ્લેખ છે. વિ. સં. ૧૨૯૬ માંના ભીમદેવ ૨ જાના સમયના આખુ પરના શિલાલેખમાં ૩૫ વસ્તુપાલ અને તેજપાલે નીચેની વસ્તુ કરાવ્યાની નોંધ છે : ( ૧ ) વૈશાખ સુદિ ૩ ના દિવસે શત્રુંજય તી` ઉપર તેજપાલે નંદીસરના પશ્ચિમ મંડપ આગળ આદિનાથ ભગવાનનું બિંબ તથા ધ્વજાદંડ અને કળશ સહિત દેવકુલિકા કરાવ્યાં. (૨) જ્યારે આમ્રુતીથમાં વસ્તુપાલે નીચેની વસ્તુ કરાવી : —સત્યપુરીય મહાવીરબિંબ અને ખત્તક (ગોખલા) બનાવ્યા. —ત્યાં પાષાણનું બિંબ કરાવ્યું. બીજી દેવકુલિકામાં એ ખત્તક અને ઋષભદેવ વગેરે તીથ કરાની ચોવીસી કરાવી. —ગૂઢ મ`ડપમાં પૂર્વ બાજુના દ્વાર આગળ ખત્તક, મૂર્તિયુગ્મ અને આદિનાથનું બિંબ કરાવ્યાં. —ગિરનાર પરના નેમિનાથના પાદુકામ`ડપમાં નેમિનાથનુ બિબ અને ખત્તક કરાવ્યાં. —આદિનાથની આગળ મ`ડપમાં નેમિનાથનુ બિબ અને ખત્તક બનાવ્યાં. —આબુમાં નેમિનાથના મંદિરની જગતીમાં એ દેવકુલિકા અને ૬ બિબ કરાવ્યાં. જાબાલિપુર (જાલોર, રાજસ્થાન)માં પાર્શ્વનાથના મંદિરમાં આદિનાથનુ ં બિબ અને દેવકુલિકા કરાવ્યાં.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy