SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સ્થિતિ ૧૮૫ ભવ્ય મંદિરે કરાવેલાં. કેદારરાશિની બહેન મોક્ષેશ્વરીએ શિવનું મંદિર કરાવેલું. આ ઉપરાંત કેદારરાશિએ કનખલના શંભુમંદિરમાં પથ્થરની ખંભાવલિ કરાવેલી. વિ. સં. ૧૨૬૬ ના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે ખેતી માટે કૂવો તથા એના હવાડાના નિભાવ માટે ભૂમિદાન આપવામાં આવ્યાં હતાં. આ લેખ ભીમદેવ ૨ જાના સમયને છે.૩૨ વિ. સં. ૧૨૭૩ ની શ્રીધરની દેવપાટણની પ્રશસ્તિને લગતા શિલાલેખમાં ભીમદેવ ૨ જાએ મેઘધ્વનિ નામવાળે સોમેશ્વરમંડપ બંધાવ્યાને ઉલ્લેખ છે. વિ. સં. ૧૨૭પ ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવ ૨ જાના રાજ્યમાં સેરઠદેશમાં કારભારી સામંતસિંહે માતરી વાવના નિભાવ માટે ભરાણ ગામની માંડવીની ઊપજ દાનમાં આપી હતી. વિ. સં. ૧૨૮૦ ના અભિનવ સિદ્ધરાજના દાનપત્રમાં એણે આનલેશ્વર અને સલખણેશ્વર મંદિરના નિભાવ માટે ગામ દાનમાં આપ્યું હોવાની નોંધ છે. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૮૩ ના દાનપત્રમાં ભીમદેવે માંડલમાં ભૂલેશ્વરનું મંદિર અને એને જોડેલા મઠના રોગીઓને નિત્ય પૂજા તેમજ ભોજન માટે ગામ દાનમાં આપ્યું હતું. વિ. સં. ૧૨૮૬ (ઈ. સ. ૧૨૩૦)ના શિલાલેખમાં જણુંવ્યા પ્રમાણે મૂલુકના પુત્ર રાણકના રાજ્યમાં ભૃગુમઠમાં (ભૂગુમઠ–માંગરોળ બંદરની પૂર્વ દિશાએ ચાર માઈલ પાસે ઢેલાણા ગામની પાસે નોળી નદીના કાંઠા પર કામનાથ મહાદેવના મંદિરમાં આ મઠ આવેલ છે.) દેવની પૂજા માટે પથ્થરની પાટ આપી હતી. વિ. સં. ૧૨૮૭ ના શિલાલેખમાંના ઉલ્લેખ પ્રમાણે વસ્તુપાલ અને તેજપાલે સરોવર, કૂવા, વનરાજિ, તળાવ, મંદિર વગેરે ઘણું શહેર, ગામ, માર્ગો અને પર્વતનાં શિખરે પર કરાવ્યાં હતાં. વિ. સં. ૧૨૮૭ માં તેજપાલે પિતાના પુત્ર લૂણસિંહના પુણ્ય માટે અબુદાચલ (આબુ) પર નેમિનાથનું મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ છે. વિ. સં. ૧૨૮૭ ના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવ ૨ જાએ આનલેશ્વર અને સલખણેશ્વર મંદિરના નિભાવ માટે દેવાઉ ગામ દાનમાં આપ્યું, જ્યારે વિ. સં. ૧૨૮૮ ના એવા જ દાનપત્રમાં એ મંદિરના બ્રાહ્મણના ભોજનાથે તેમજ સત્રાગાર માટે ગામનું દાન (ગામનું નામ લેખમાં આપેલ નથી) પણ આપેલ છે.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy