SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન સાર્વજનિક કામને લઈને તેઓની ખ્યાતિ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલી છે. અભિલેખમાંથી પણ એની પરિપૂતિ થાય છે. હુંબડ વણિક : આ વણિકને આભિલેખિક ઉલ્લેખ વિ. સં. ૧૨૭૫ ના (ઈ. સ. ૧૨૧૯)ના લેખમાં૪૪ થયેલ છે. હું બડવંશ એ ગુજરાતના વણિકેની એક અલગ જ્ઞાતિ છે. આ વંશમાં મુખ્યત્વે દિગંબર જૈનધર્મના અનુયાયીઓ છે, પરંતુ ઈડરમાં આવેલ આ જ્ઞાતિના શ્વેતાંબર સંપ્રદાયના અનુયાયી પણ હતા. આ બાબત એ લેખ દ્વારા જાણી શકાય છે. - ખડાયતા વણિક : વિ. સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨)ના એક લેખમાં એ વણિકને નિર્દેશ થયેલ છે. ૪૫ આ જ્ઞાતિની ઉત્પત્તિ વિજાપુરથી ૪ માઈલ દૂર આવેલ ખડાત ગામમાંથી થયેલી છે. “ખડાત ના મૂળમાં સૂર્યનું ષડાદિત્ય” (પ્રા. દારૂત્ત, ગુ. ખડાત') નામ સંભવે છે. આ કેમના ઈષ્ટદેવ “કેટય” છે એ ધ્યાનમાં લેવા જેવું છે. ધરક્કટ વણિક : ભીમદેવ જાના સમયમાં વિ. સં. ૧૨૮૪ (ઈ.સ. ૧૨૨૮) અને વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના લેખમાં આ જ્ઞાતિને નિર્દેશ થયેલ છે૪૬; જોકે આજે ગુજરાતમાં આ જ્ઞાતિના વણિકે જોવામાં આવતા નથી. કદાચ રાજસ્થાનના મારવાડના પ્રદેશમાં એઓ વસતા હતા.૪૭ પરંતુ ચૌલુક્ય કાળ દરમ્યાન આ વણિકે ગુજરાતમાં વસતા હતા અને એઓ જૈનધર્મ પણ પાળતા હતા. આ માહિતી આબુ પરના તેજપાલે બંધાવેલા લૂણસહિતાના ઉપયુક્ત લેખેના આધારે જાણવા મળે છે. " સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાળ દરમ્યાન શ્વેતાંબર અને દિગંબર આચાર્યો વચ્ચે વિ. સં. ૧૧૮૧ (ઈ. સ. ૧૧૨૫)માં થયેલા પ્રખ્યાત વાદવિવાદને વર્ણવતું “મુકિતકુમુદચંદ્ર” નામનું પાંચ-અંકી નાટક ધકટ વણિક કવિ યશશ્ચંદ્ર રચ્યું હતુ.૪૮ આમ ચૌલુક્ય કાળ દરમ્યાન ગુજરાતના જુદા જુદા વિભાગોમાં ધરકટ વણિકે વસતા હતા એના નિર્દેશો પ્રાપ્ત થાય છે. એમણે ગુજરાતના સાંસ્કૃતિક ઉત્થાનમાં યથાશક્તિ ફાળો આપ્યો હતો. “ભવિસ્મત્તાકહા”ને લેખક કવિ ધનપાલ. પણ ધરકટ વણિક હતા.૪૯ 'પહલી-પલીવાલ વણિક : ત્રિભુવનપાલના સમયના વિ. સં. ૧૩૬. ' (ઈ. સ. ૧૨૪૪)ના શિયાબેટના અભિલેખમાં આ જ્ઞાતિને નિર્દેશ થયેલ છે. રાજસ્થાનના જોધપુર જિલ્લામાં પાલી નામના ગામ પરથી ત્યાંના વણિકો પલ્લી” કે “પલ્લીવાલ” નામથી ઓળખતા હશે.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy